વિશ્વ પ્રસિદ્ધ નેશનલ ફોરેન્સિક સાયન્સ યૂનિવર્સિટીમાં ઉજ્જ્વળ કારકિર્દી બનાવવા માટે દેશ વિદેશના વિદ્યાર્થીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. હજી તો યૂનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયાને 10 દિવસનો સમય બાકી છે તે પહેલાં જ 4 હજારથી વધુ દેશ વિદેશના વિદ્યાર્થીઓએ ફોરેન્સિક ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે અરજી ચૂક્યા છે.
રાષ્ટ્રીય સ્તરની ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ ફોરેન્સિક સાયન્સ યૂનિવર્સિટીને ઇન્સ્ટિટ્યૂશન ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સનો ગૌરવમય દરજ્જો પ્રાપ્ત થયેલો છે. જે હવે નેશનલ ફોરેન્સિક સાયન્સ યૂનિવર્સિટી તરીકે વિશ્વભરમાં દબદબો ધરાવે છે. ત્યારે NFSUમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓનો ભારે ધસારો લાગ્યો છે. આ વર્ષની પ્રવેશ પ્રક્રિયાને હજી 10 દિવસનો સમય બાકી છે ત્યારે માત્ર એક જ મહિનામાં ચાર હજારથી વધુ અરજીઓ આવી ચૂકી છે.
આ અંગે કેમ્પસ ડાયરેક્ટર પ્રો. ડો.એસ.ઓ. જુનારે જણાવ્યું હતું કે, વિશ્વની સૌપ્રથમ એવી એકમાત્ર એનએફએસયુ ગાંધીનગર અને દિલ્હી ખાતે પણ કેમ્પસ ધરાવે છે. યુનિવર્સિટીના કુલપતિ જે એમ.બી.ના માર્ગદર્શન હેઠળ આ વર્ષે નવી સ્કૂલ અને અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યા છે જેના કારણે યુનિવર્સિટી હવે 12 સ્કૂલો ધરાવે છે.
અત્યાર સુધીમાં 4139 હજુ આવી ચૂકી છે જેમાં દિલ્હી કેમ્પસ માટે 209 અર્જુન આવી છે. જ્યારે બંને કેમ્પસ મળીને 1258 વિદ્યાર્થીઓએ અભ્યાસ કરવા અરજી કરી છે. આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રશિક્ષણ દ્વારા ફોરેન્સિક વિજ્ઞાન ક્ષેત્રોના નિષ્ણાતો તૈયાર કરવાના હેતુથી એન.એફ.એસ.એ દ્વારા પીએચડી મારી પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા અભ્યાસક્રમોમાં જો દવા માટે દેશ-વિદેશના વિદ્યાર્થીઓ એ રસ દાખવ્યો છે જેના કારણે અનેક વિષય માં એન્ટ્રન્સ એકઝામ લેવાની સ્થિતિનું નિર્માણ થયું છે. નોંધનીય છે કે, દેશમાં કાયદો વ્યવસ્થા અને રાષ્ટ્રની આંતરિક સુરક્ષામાં ફોરેન્સિક નિષ્ણાતો તૈયાર થતા ગંભીર ગુના ઝડપી ઉકેલાશે તેમ વધુમાં ડો. એસ. ઓ. જુનારે ઉમેર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.