તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્યાવરણ જતન:આજોલ ગામની પ્રાથમિક શાળાના 5 વીઘા કેમ્પસમાં 400 કેસર આંબાના રોપા વવાયા

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
આજોલની શાળામાં 400 કેસર આંબાના રોપાની વાવણી કરાઇ હતી. - Divya Bhaskar
આજોલની શાળામાં 400 કેસર આંબાના રોપાની વાવણી કરાઇ હતી.
  • 3 વર્ષ સુધી મનરેગા દ્વારા રોપાનો ઉછેર કર્યા બાદ શાળાને સોંપવામાં આવશે

મનરેગા યોજના અંતર્ગત આજોલ પ્રાથમિક શાળાના 5 વીઘા કેમ્પસમાં 400 કેસર આંબાના રોપાની વાવણી કરવામાં આવી છે. વાવણી કરેલા રોપાની મનરેગા ત્રણ વર્ષ દવા, પાણી તેમજ ઢોર-ઢાંખર ખાઇ જાય નહી સહિતની કાળજી રાખીને ઉછેરવામાં આવશે. ત્યારબાદ કેસર આંબાને શાળાને સોંપવામાં આવશે.

ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને નાથવા માટે વૃક્ષારોપણ કરીને રોપાનો ઉછેર એકમાત્ર ઉપાય છે. આથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને નાથવા માટે મનરેગા દ્વારા વૃક્ષારોપણ કરવાનું અભિયાન હાથ ધર્યું છે. જેના ભાગરૂપે આજોલ પ્રાથમિક શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શાળાના અંદાજે 5 વીઘા જમીનમાં મનરેગા દ્વારા કેસર આંબાના 400 જેટલા રોપાઓનું તેમજ અન્ય વૃક્ષોના રોપાઓનું પણ વાવેતર કરવામાં આવ્યું હતું. મનરેગા દ્વારા સતત ત્રણ વર્ષ સુધી શાળાના કેમ્પસમાં કરાયેલા વાવેતર બાદ રોપાઓની જાળવણી તેમજ તેને ઉધઇ સહિત લાગે નહી તે માટે ઉધઇની દવા નાંખવી તેમજ પાણી આપવું ઉપરાંત પશુઓ દ્વારા રોપાને ખાઇ જાય નહી તેની કાળજી રખાશે.

આંબાના વાવેતરમાં ગ્રામજનોની મદદ લેવાઇ
આજોલની પગારકેન્દ્ર પ્રાથમિક શાળાના કેમ્પસમાં મનરેગા દ્વારા વાવેતર કરવામાં ગ્રામજનોની મદદ લેવામાં આવી હતી. ઉપરાંત ગામના સરપંચને ગામની ખુલ્લી જગ્યામાં ખેતરના શેઠા ઉપર વૃક્ષારોપણ કરીને ગામને હરીયાળુ બનાવવા મનરેગાના અધિકારીઓએ અપીલ કરી હતી.

આંબાથી આર્થિક ઉપાર્જનથી શાળાને ફાયદો
કેસર આંબાના રોપાને મનરેગા દ્વારા ત્રણ વર્ષ સુધી ઉછેરવામાં આવશે. ત્યારબાદ શાળાને સોંપવામાં આવશે. આથી કેસર આંબા તેમજ સરગવો, લીંબુ, જામફળ સહિતના છોડ ઉપર ફળ આવતા આર્થિક ઉપાર્જન થશે. જેનાથી શાળા વિકાસમાં તેનો ઉપયોગ કરી શકાશે તેમ મનરેગાના

અન્ય સમાચારો પણ છે...