તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:હોળી-ધૂળેટીમાં નહિવત્ ટ્રાફિકને લઈ 40 ટ્રીપો હંગામી ધોરણે બંધ, ડેપો સંચાલકોએ ટ્રીપો બંધ રાખવાનો નિર્ણય લીધો

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

હોળી અને ધુળેટીના તહેવાર નિમિત્તે નહિવત ટ્રાફિક હોવાથી હંગામી ધોરણે બસોની ટ્રીપો બંધ રાખવાનો એસ ટી નિગમે આદેશ કર્યો છે. જે અંતર્ગત નગરના ડેપોમાંથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારની અંદાજે 40 ટ્રીપો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે મુસાફરો આવશે તો ટ્રીપ દોડાવવામાં આવશે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા હોળી અને ધુળેટીના પર્વોમાં બાંધકામ કે રોડના કામમાં રોકાયેલા શ્રમજીવીઓ વતનમાં જતા હોવાથી દાહોદ, ગોધરા, પંચમહાલ, ડાંગ અને આહવા સહિતના વિસ્તારોમાં એસ ટી બસોની સ્પેશ્યિલ ટ્રીપો દોડાવવામાં આવે છે. ઉપરાંત તેના માટે ખાસ આયોજન પણ કરવામાં આવે છે. વધુમાં હોળી એટલે ફાગણી પૂનમ નિમિત્તે ડાકોરના દર્શાનાર્થે લોકો જતા હોવાથી તેની પણ બસો દોડાવવામાં આવે છે. પરંતુ હાલમાં કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને મંદિરો બંધ હોવાથી તે ટ્રીપો દોડાવવામાં આવનાર નથી. જોકે કોરોનાની મહામારીને પગલે એસ ટી નિગમની આવકમાં પણ ઓટ આવી છે. ત્યારે બીનજરૂરી ખર્ચા ઉપર નિયંત્રણ કરવાનો ડેપોના સંચાલકોને સુચના આપી છે.

નગરના ડેપોમાંથી ગ્રામ્ય વિસ્તારની સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની શહેરી બસ સર્વિસ પણ દોડાવવામાં આવે છે. આથી ગ્રામ્ય વિસ્તારની અંદાજે 20 અને શહેરી વિસ્તારની અંદાજે 20 જેટલી બસોની ટ્રીપો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો