તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ગણેશજીની ઘરે મૂર્તિનું સ્થાપન કરનારાઓમાં 40 ટકાનો વધારો

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિધ્ન દૂર કરવા ઘરે જ વિઘ્નહર્તાની મૂર્તિનું સ્થાપનનો મહિમાં વધ્યો. - Divya Bhaskar
વિધ્ન દૂર કરવા ઘરે જ વિઘ્નહર્તાની મૂર્તિનું સ્થાપનનો મહિમાં વધ્યો.
  • ભીડ એકત્રિત નહી કરવાની સૂચના હોવાથી ચાલુ વર્ષે પણ પંડાલો ઓછા સ્થાપાવાની સંભાવના

કોરોનાનું વિઘ્નને દુર કરવા દુંધાળાદેવની મૂર્તિનું ઘરે જ સ્થાપન કરનારાઓમાં 40 ટકાનો વધારો થવા પામ્યો છે. તેઓ માટીની એકાદ ફુટની માટીની ગણેશજીની મૂર્તિઓની લઇ જતા હોવાનું વેપારીઓએ જણાવ્યું છે. જોકે ચાલુ વર્ષે પંડાલોમાં ભીડ એકત્રિત નહી કરવાનો રાજ્ય સરકારનો આદેશ હોવાથી પંડાલો ઓછા થવાની શક્યતા પણ વેપારીઓએ વ્યક્ત કરી છે.

પવિત્ર શ્રાવણ માસમાં હરી અને હરની આરાધના કર્યા બાદ ભાદરવા સુદ-4 ગણેશચતુર્થીએ ભક્તો વિઘ્નહર્તાની મૂર્તિનું સ્થાપન કરીને આરાધના કરીને પોતોની મનોકામના પૂર્ણ કરવાની પ્રાર્થના ભક્તો કરતા હોય છે. જોકે છેલ્લા દોઢેક માસથી કોરોનાની મહામારીના વિઘ્નને દુર કરવા માટે ભક્તો દ્વારા માટીની ગણેશજીની મૂર્તિનું ઘરે જ સ્થાપન કરી રહ્યા છે. જોકે ગત વર્ષે કોરોનાની મહામારીને પગલે જાહેરમાં ગણેશ મહોત્સવના પંડાલોને મંજુરી આપવામાં આવી નહી. જેને પરિણામે ઘરે જ ગજાનની માટીની મૂર્તિનું સ્થાપન કરીને પૂજા આરાધના કરનાર પરિવારોનો વધારો થવા પામ્યો છે.

છેલ્લા એક દાયકાથી ગણેશજીની માટીની મૂર્તિ બનાવતા અને વેચાણ કરતા સહદેવભાઇ પ્રજાપતિના જણાવ્યા મુજબ ઘરે માટીની એકાદ ફુટની મૂર્તિનું સ્થાપન કરીને પૂજા કરીને પોતાના જીવનમાંથી વિધ્ન દુર કરવાની લોકોમાં આસ્થાનો વધારો થયો છે.

છુટક 200 અને હોલેસેલ વેપારીના 60 ઓર્ડર આવ્યા
ગણેશજીની મૂર્તિ બનાવીને વેચાણ કરતા વેપારીઓના જણાવ્યા મુજબ ગણેશ ચતુર્થીને દસેક દિવસ અગાઉથી જ મૂર્તિના ઓર્ડર આવતા હોય છે. આથી ચાલુ વર્ષે અત્યાર સુધીમાં છુટક ગણપતિ લઇ જતા તેવા 200 જેટલા ઓર્ડર આવ્યા છે. જ્યારે મૂર્તિઓનું વેચાણ કરતા 60 જેટલા વેપારીઓના ઓર્ડર આવ્યા છે. વેપારીઓ દ્વારા બજારમાં રૂપિયા 150થી રૂપિયા 5000 રૂપિયાના ભાવે માટીની મૂર્તિઓનું વેચાણ થાય છે. આ રીતે મૂર્તિના ઓર્ડર મળ્યા છે.

4 ફૂટની મૂર્તિ બનાવવાની મંજૂરી અપાઇ
છેલ્લા દોઢેક દાયકાથી રિદ્ધી-સિદ્ધીના નાથની મૂર્તિ બનાવતા વેપારી લાલભાઇ પ્રજાપતિના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે સરકારે માત્ર 4 ફુટની જ માટીના ગણપતિની મૂર્તિ બનાવવાનો આદેશ કર્યો છે. આથી અમે ત્રણથી સાડા ત્રણ ફુટની જ મૂર્તિઓ બનાવીને વેચાણ કરી રહ્યા છે. જોકે માટીની મૂર્તિ માત્ર 15 મિનિટમાં જ પાણીમાં ઓગળી જાય છે.

વેચાણમાં 30 ટકાનો વધારાની આશા
ચાલુ વર્ષે કોરોનાની બીજી લહેર બાદ હાલમાં કેસ ઘટી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પંડાલોની મંજુરી આપી છે. ઉપરાંત ગત વર્ષથી ઘરે ઘરે માટીની મૂર્તિનું સ્થાપન કરીને પૂજા-આરાધના કરનાર વર્ગમાં વધારો થવા પામ્યો છે. આથી ગત વર્ષે 30 ટકા મૂર્તિના વેચાણ સામે ચાલુ વર્ષે 60 ટકા જેટલુ મૂર્તિઓનું વેચાણનો આશાવાદ વેપારીઓએ વ્યક્ત કર્યો છે.

સરકાર પ્રતિ કિલો1ના ભાવે માટી આપે છે
રાજ્ય સરકાર દ્વારા માટીના દુંદાળાદેવની મૂર્તિ બનાવવાનો નિયમ બનાવ્યો છે. ત્યારથી જ રાજ્ય સરકાર દ્વારા ભાવનગરની કાળી માટીને પ્રોસેશ કરીને મૂર્તિ બનાવતા વેપારીઓને પ્રતિ કિલો રૂપિયા 1ના ભાવે માટી આપતા હોય છે. જ્યારે બે ફુટની મૂર્તિ બનાવવા માટે 20થી 25 કિલો માટી અને 5 ઇંચની મૂર્તિમાં 300 ગ્રામ માટીનો ઉપયોગ થાય છે.

અન્ય સમાચારો પણ છે...