તાલીમ:કોર્પોરેશનના 40 કોર્પોરેટર તાલીમ માટે ઉદેપુર પહોંચ્યા

ગાંધીનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા કોર્પોરેટરના પતિ પણ સાથે ગયા

ગાંધીનગર કોર્પોરેશનના 40 જેટલા કોર્પોરેટર્સ શુક્રવારે વહેલી સવારે ઉદેપુર પહોંચ્યા છે. લોકલ સેલ્ફ ગવર્મેન્ટની તાલીમ માટે ઉદેપુર જતાં કોર્પોરેટર્સ માટે વહેલી પરોઢે કોર્પોરેશન કચેરી ખાતે જ બે લક્ઝરી બોલાવાઈ હતી. શુક્રવારે સવારે નીકળેલા કોર્પોરેટર્સ રવિવારે પરત આવશે. કોર્પોરેટર્સ દ્વારા અહીં એક દિવસ તાલીમ લઈને બાકીનો હરવા-ફરવામાં કાઢવામાં આવશે. સામાન્ય રીતે તાલીમનો સમય પણ બે-ત્રણ કલાકનો જ હોવાનું કહેવાય છે. મળેલી માહિતી મુજબ કોર્પોરેશન દ્વારા સભાસદોના તાલીમ માટે 15 લાખના ખર્ચનો અંદાજ લગાવ્યો છે.

વર્ષો ચાલી આવતી પરંપરા મુજબ ગત વર્ષે પણ કોર્પોરેટર્સ તાલીમ માટે બહાર ગયા હતા. નાણાકીય વર્ષ 2020-21ના વર્ષ કોરોનાકાળને પગલે કોર્પોરેટર્સ તાલીમ માટે ગયા ન હતા. ઉદેપુર ખાતે ટ્રેનિંગમાં 20 જેટલી મહિલા કોર્પોરેટર્સ પણ સામેલ થઈ છે. ત્યારે કેટલી મહિલા કોર્પોરેટર્સના પતિદેવો પણ પોતાના વાહનોમાં ઉદેપુર પહોંચી ગયા છે.

ત્યારે આ પતિદેવો પણ કોર્પોરેટર્સ સાથે ઉદેપુરની મજા માણશે. રાજસ્થાનમાં દારૂબંધી ન હોવાને પગલે ઉદેપુર ગયેલા કેટલાક લોકો દારૂના નશામાં છાકટા થઈ ન જાય તેવી ચિંતા તંત્રમાં છે. આધારભૂત સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અગાઉની એક ટ્રેનિંગમાં બે મહિલા કોર્પોરેટર્સના પતિ દારૂના નશામાં ધૂત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...