ધરપકડ:ધોળાકૂવા નજીક મેટ્રો ટ્રેનના ડેપોમાંથી ફરમા ચોરતાં 4 પકડાયા

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોખંડનો ફરમો ઉઠાવીને બાઇક ઉપર મૂકવા જતા હતા

ધોળાકુવા પાસે મેટ્રો ટ્રેનના બની રહેલા ડેપોમા કન્સ્ટ્રક્શનની કામગીરી પુરજોશમા ચાલી રહી છે. ત્યારે પરોઢીયાના સમયે બાંધકામ સાઇટ ઉપર પડેલા ફરમાની ચોરી કરવામા આવી હતી. લોખંડના ફરમાને બાઇક ઉપર મુકીને લઇ જતા પહેલા સિક્યુરીટી ગાર્ડે બે કિશોર સહિત ચાર આરોપીઓને ઝડપી લીધા હતા.

અશ્વિન બાબુજી ઠાકોર (રહે, ધોળાકુવા ગામ) છેલ્લા દસ મહિનાથી સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. ત્યારે આજે શુક્રવારે વહેલી પરોઢીયાના સમયે પોઇન્ટ ઉપર બેસીને ચોકી કરી રહ્યા હતા. તે દરમિયાન બે બાઇક ઉપર બે બે લોકો આવ્યા હતા અને રોડ સાઇડમાં ખુલ્લી જગ્યામા મુકવામા આવેલા લોખંડના ફરમાને ચારેય શખ્સોએ ઉંચો કરીને બાઇક ઉપર મુકવા જઇ રહ્યા હતા. તે સમયે ચોકીદારની નજર પડતા બુમરાણ મચાવી હતી. જેને લઇને અન્ય ગાર્ડ દોડી આવ્યા હતા. બુમાબુમ કરતા ચારેય શખ્સો ભાગવા લાગ્યા હતા. જેમની પાછળ ગાર્ડ દોડતા પકડી લીધા હતા. જેમા આદિત્ય મથુરભાઇ બારીયા, રણછોડલાલ ઉર્ફે નરેશ ગૌતમભાઇ બરોડ અને અન્ય બે કિશોર (તમામ રહે, ધોળાકુવા ગામ)ને પકડી લીધા હતા. જ્યારે તમામ આરોપીઓ સામે ઇન્ફોસિટી પોલીસ મથકમા ચોરીની ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...