તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની બીજી લહેર:નવા 11 કેસની સામે 4 ગણા 48 દર્દી કોરોનામુક્ત થયા

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કલોલ-માણસામાં એક પણ કેસ નહીં
  • કોરોનાની સારવાર દરમિયાન 2 દર્દીઓના મોતથી કુલ મૃત્યુઆંક 2025 થયો

જિલ્લામાં નવા 11 કેસ સાથે કુલ 19962 કેસ થયા છે. જિલ્લાના ચારેય તાલુકામાંથી નવા 3 કેસ અને મનપા વિસ્તારમાંથી 8 કેસ નોંધાયા છે. જ્યારે જિલ્લાના કલોલ અને માણસા તાલુકામાંથી એકપણ કેસ નહી નોંધાતા આરોગ્ય તંત્રને હાશકારો થયો છે. જ્યારે કોરોનાની સારવાર દરમિયાન બે દર્દીઓના મોતથી કુલ આંકડો 2025 થયો છે. કોરોનાના દર્દીઓના મોતનું સાચું કારણ તો આરોગ્ય વિભાગના ડેથ ઓડિટમાં જ ખબર પડશે. જ્યારે કોરોનાને હરાવનાર જિલ્લાના 18148 દર્દીઓમાં બુધવારના 48 દર્દીઓનો સમાવેશ થાય છે.

મનપામાંથી 8 અને 4 તાલુકામાં 3 નવા કેસ
મનપા વિસ્તારમાંથી નવા 8 કેસમાં સેક્ટર-2માંથી 2, સેક્ટર-29માંથી 2, સેક્ટર-4માંથી 1, કોબામાંથી 1, પેથાપુરમાંથી 1, સરગાસણમાંથી 1 કેસ નોંધાયો છે. જ્યારે જિલ્લાના દહેગામ તાલુકાના સરગુડીમાંથી 1, સાણોદામાંથી 1 કેસ નોંધાયો છે. ઉપરાંત ગાંધીનગર તાલુકાના ચેખલારાણીમાંથી 1 કેસ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...