વન વિભાગની ચાર ટીમોએ દીપડાનું પગેરું શોધવા જ રોડની બંને સાઇડ તેમજ નદીના બંને કાંઠા વિસ્તારોમાં ચાર ટીમો દ્વારા તપાસ કરવામાં આવી છતાં દીપડાનું પગેરું મળ્યું નથી. જોકે વન વિભાગે રવિવારે સવારથી સાંજ સુધીમાં આસપાસના વીસેક કિમીનો વિસ્તારમાં તપાસ કરી છે. જોકે દીપડાના પગલાં મળે પછી આસપાસના વિસ્તારોમાં કેટલા પાંજરા મૂકવા તે નક્કી કરી શકાય.
સચિવાલયના સલામતી શાખાના કમાન્ડોએ જ રોજના રાજભવન ક્વાર્ટર્સથી સંસ્કૃતિ કુંજના વિસ્તારમાં દીપડો જોયાની જાણ કરતા જ વન વિભાગની ટીમો દ્વારા સમગ્ર વિસ્તારોમાં તપાસ કરી છે. પરંતુ દીપડાના પગલાંના નિશાન મળ્યા નથી. વન વિભાગે દીપડાના પગલાંની ભાળ મેળવવા માટે ચાર ટીમો બનાવીને ગત શનિવારે સમગ્ર વિસ્તારમાં તપાસ કરી હતી.
ઉપરાંત રવિવારે વન વિભાગની ચાર ટીમોએ જ રોડની બંને સાઇડ વિસ્તારોમાં તપાસ કરી હતી. ઉપરાંત સાબરમતી નદીનો સામેના કિનારાનો તમામ કોતરનો વિસ્તારોમાં વન વિભાગની ટીમોએ તપાસ કરી હતી. ઉપરાંત આ િવસ્તારોમાં આવેલા નાના પાણીના તળાવ વિસ્તાર તેમજ સંત સરોવર અને નદીમાં ભરાઇ રહેતા પાણીની આસપાસના વિસ્તારોમાં તપાસ કરી હતી. વન વિભાગની ટીમોએ રવિવારે અંદાજે વીસેક કિલોમીટરના વિસ્તારમાં તપાસ કરવા છતાં દીપડાના પગલાં મળ્યા નહી હોવાનું ગાંધીનગર તાલુકા વન અધિકારી હરગોવનભાઇ દેસાઇએ જણાવ્યું છે.
1 કિલોમીટર વિસ્તારમાં પાંજરા મૂકાયા
વન વિભાગને ઇન્દ્રોડા ગામથી બોરીજ ગામના નદી બંને કિનારાના કોતરોમાં દિપડાના પગલાં શોધવા માટે તપાસ કરી હતી. ઉપરાંત જ-રોડના રહેણાંકવાળા વિસ્તાર જેમ કે સેક્ટર-1, તળાવ તેમજ ફોરેન્સિક સહિતના વિસ્તારોમાં પણ તપાસ કરવામાં આવી હતી. જોકે દીપડાના પગલાં મળે તેની આસપાસના એકાદ કિલોમીટર વિસ્તારોમાં પાંજરા મુકવામાં આવે છે તેમ વન વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.
નાઇટ વિઝનવાળા 7કેમેરા મુકાશે
સંત સરોવર સહિતના વિસ્તારોમાં બે દિવસથી તપાસ કરવા છતાં દીપડાના ફૂટમાર્ક મળ્યા નથી. પરંતુ પાણીવાળી જગ્યાઓ જ્યાં શક્યતા રહેલી હોવાથી તેવી 7 જેટલી જગ્યાએ નાઇટ વિઝનવાળા કેમેરા મુકાશે. જેમાં સંતસરોવર, સંસ્કૃતિકુંજ, નદીના બંને સાઇડના કિનારાની કોતરો સહિતના વિસ્તારોમાં કેમેરા મુકાશે. 4 ટીમો દ્વારા નદી કિનારાના બંને સાઇડમાં તપાસ કરાઇ રહી છે. પરંતુ બંને સાઇડ સપાટ જમીન હોવાથી દીપડાના પગલાં મળતા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.