કાર્યવાહી:સેક્ટર 9 શોપિંગ પાસે દારૂ વેચતાં 4 શખસ પકડાયા

ગાંધીનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 રાજસ્થાની, એક સગીર સહિત 4ની ધરપકડ

સેક્ટર 7 પોલીસે સેક્ટર 9 શોપિંગ પાસેથી વિદેશી દારૂ બિયર વેચતા એક રાજસ્થાની અને એક સગીર સહિત 4 આરોપીઓને દારૂ વેચતા ઝડપી લીધા હતા. સેક્ટર 7 પોલીસની ટીમ રાત્રે પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, સેક્ટર 9 શોપિંગ સેન્ટર પાસે કેટલાક લોકો દારૂનુ વેચાણ કરી રહ્યા છે.

જેને લઇને પોલીસ ખાનગી વાહનમા પહોંચી હતી અને તમામ લોકોને કોર્ડન કરી લીધા હતા. જેમા સેક્ટર 8મા રહેતો એક સગીર પાસે રહેલા થેલામાંથી દારુની બોટલ મળી આવી હતી. જ્યારે પુષ્પરાજસિંહ માવસિંહ તંવર (રહે, ઇન્દ્રોડા, મૂળ ડુંગરપુર, રાજસ્થાન) ઝડપાઇ ગયો હતો.

આરોપીઓ પાસેથી દારૂ બાબતે પૂછપરછ કરતા સામે આવ્યુ હતુ કે, અમદાવાદમા રહેતા તેના ગામના વિક્રમસિંહ પાસેથી મંગાવી હતી.જે દારૂની બોટલો સેક્ટર 7માં રહેતા ધવલ ઉર્ફે રાવણ મણીભાઇ સોલંકીના ઘરે તપાસ કરતા દારૂ રાખ્યો હતો. જે મુદ્દામાલ તેના ઘરની જગ્યાએ તેણે સેક્ટર 4સીમાં રહેતા રાહીલ મનસુરીના ઘરે રાખ્યો હોવાનુ જણાવ્યુ હતુ. જેના ઘરના બેડરૂમમાંથી એક પ્લાસ્ટીકનો થેલો મળી આવ્યો હતો. ત્યારે પોલીસે ચાર દારૂની બોટલ, 24 નંગ બિયરના ટીન, મોબાઇલ સહિત 26280નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...