તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:સેક્ટર-21 પોલીસ સ્ટેશનથી 1 કિમી દૂર દુકાનમાંથી 4 લાખના મોબાઇલ ચોરાયા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં 1 શખ્સ શટર ઊંચું કરી પ્રવેશતો કેમેરામાં કેદ
  • જ્યાં પોલીસ સતત શટર બંધ કરાવવા પેટ્રોલિંગ કરી રહી હતી, તે દુકાનોની લાઇનમાં આવેલી એક દુકાનમાંથી મોબાઇલની ચોરી કરાતા વેપારીઓ ભયભીત બની ગયા

શહેરના ડીસ્ટ્રીક્ટ શોપિંગ સેન્ટરમા આવેલી એક ઇલેક્ટ્રોનિક્સની દુકાનમા તસ્કર દ્વારા ધીંગી ખેપ કરવામા આવી છે. જ્યાં પોલીસ સતત શટર બંધ કરાવવા પેટ્રોલીંગ કરી રહી હતી, તે દુકાનોની લાઇનમાં આવેલી એક દુકાનમાંથી 4.16 લાખના મોબાઇલની ચોરી કરવામા આવતા વેપારીઓ ભયભીત બની ગયા હતા. દુકાન માલિકે સેક્ટર 21 પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ શહેરના સેક્ટર 21મા આવેલી ચંદન ઇલેક્ટ્રોનિક્સ નામની ઇલેક્ટ્રોનિક્સની આઇટમોનુ વેચાણ કરતી દુકાન આવેલી છે. તેના માલિક મુકેશ લક્ષ્મીચંદ શાહ (રહે, શ્રી સોસાયટી, આંબવાડી અમદાવાદ)એ ફરિયાદ નોંધાવી છેકે, અમારી દુકાનમા કંપનીની એજન્સી લેવામા આવી હોવાથી મોટા પાયે વેચાણ કરવામા આવે છે.

ગત 30 જૂનના રોજ દુકાન વધાવી ઘરે ગયા હતા, પરંતુ બીજા દિવસે દુકાન ખોલવામા આવી તો શટરનો વચ્ચેનો ભાગ ઉંચો જોવા મળ્યો હતો. જેને લઇને દુકાન માલિકના નાના ભાઇને ફોન કરતા તેમણે પોતાના મોબાઇલમા સીસીટીવી જોતા એક વ્યક્તિ અંદર પ્રવેશ કરતો જોવા મળ્યો હતો.

ગઇકાલ ગુરૂવારે દુકાનમા પ્રવેશ કરી તપાસ કરતા માલુમ પડ્યુ હતુ કે, 22 કિંમતી મોબાઇલ કિંમત 4,16,234ની ચોરી થઇ હોવાનુ માલુમ પડ્યુ હતુ. જેને લઇને સેક્ટર 21 પોલીસ મથકમાં ફરિયાદ ચોરીની ફરિયાદ દાખલ કરાવી હતી. ઉલ્લેખનિય છેકે, લોકડાઉન દરમિયાન આ વિસ્તારમાં પોલીસની પીસીઆર સતત દુકાનો બંધ કરાવવા દોડતી હતી. દિવસ દરમિયાન પણ પીસીઆર દોડતી રહે છે.

ત્યારે સેક્ટર 21 પોલીસથી એક કીમી જ દુર આવેલી દુકાનમાં તસ્કરો ખાતર પાડી જતા રહ્યા છે ત્યારે પોલીસ પેટ્રોલીંગ ક્યા ગયુ તેવા સવાલો વેપારીઓ દ્વારા કરવામા આવી રહ્યા છે. પોલીસે કેમેરામાં કેદ શખ્સને પકડી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી.

અન્ય સમાચારો પણ છે...