તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:કોલવડામાં 4, વલાદમાં 3 જુગારી ઝબ્બે

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોલવડા ચામુંડાપુરામાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે દબોચી લીધા છે. પેથાપુર પોલીસે બાતમીના આધારે રેડ કરતાં કોલવડા ગામના જ ભૂપતજી મણાજી ઠાકોર (ચામુંડાપુરા), નવઘણસિંહ હેમતુજી વાઘેલા (સોમનાથ સોસા.), વિરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ વાઘેલા (ત્રણ રસ્તા), નરપતસિંહ જીલુસિંહ વાઘેલા (ત્રણ રસ્તા) જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા. જેઓ પાસેથી પોલીસે 3660 રૂપિયા રકોડા જપ્ત કરીને જુગારધારાનો ગુનો નોંધ્યો હતો.

આ સાથે પોલીસે આરોપીઓ સામે જાહેરનામા એપેકડમીક એક્ટ હેઠળ પણ ગુનો દાખલ કર્યો હતો.બીજી તરફ ગાંધીનગર તાલુકાના વલાદ ગામે નવાઘરો પાસે જુગાર રમતા 3 શખ્સો ઝડપાયા છે. ડભોડા પોલીસે બાતમીના આધારે રેડ કરતાં નવાઘરોમાં રહેતાં જીતેન્દ્ર ગાંડાજી ઠાકોર (29 વર્ષ), બાબુજી ગાંડાજી ઠાકોર (25 વર્ષ) તથા નરેશ મનુજી ચૌહાણ (27 વર્ષ) જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા. જેઓ પાસેથી પોલીસે 1850 રૂપિયા રોકડા જપ્ત કરીને ત્રણેય સામે જુગારધારાનો ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...