ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ:ડિસ્ટ્રિક્ટ બાર ઍસોસિયેશનની ચૂંટણી માટે 4 ફોર્મ ફરાયાં

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રમુખ પદ માટે એકેય ફોર્મ ન લેવાયું સહમંત્રીમાં 3 અને લાઇબ્રેરી સેક્રેટરીમાં 1 ફોર્મ ભરાયું

ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ બાર ઍસોસિયેશનની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થયું છે. મંગળવારે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવાના પહેલા દિવસે 5 ઉમેદવાર ફોર્મ લઈ ગયા હતા, જેમાં 4 ફોર્મ ભરાઈને પરત કરાયાં હતાં. જોકે, 18 નવેમ્બર સુધી ઉમેદવારી કરવાની પ્રક્રિયા ચાલશે, પરંતુ પહેલા દિવસે પ્રમુખ પદ માટે એક પણ ઉમેદવાર ફોર્મ લીધું નહોતું.

ડિસ્ટ્રિક્ટ બાર ઍસોસિયેશનમાં પ્રમુખ, ઉપ પ્રમુખ, મહામંત્રી, સહમંત્રી, ખજાનચી, લાઇબ્રેરી સેક્રેટરી અને કારોબારી સભ્યના પદ માટેની ચૂંટણીમાં પહેલા દિવસે 5 ઉમેદવારો ફોર્મ લઈ ગયા હતા. સહમંત્રી પદ માટે 3 ઉમેદવારે દાવેદારી નોંધાવી છે, તે તમામ ફોર્મ ભરાઈને પરત કરાયાં હતાં જ્યારે 1 ફોર્મ લાઇબ્રેરી સેક્રેટરી માટે ભરાયું હતું.

પ્રમુખ પદ માટે સળંગ 12 વર્ષની વકીલાત તરીકેની પ્રેક્ટિસ કરનારા ઉમેદવારો ઉમેદવારી કરી શકશે. આ કારણે મંગળવારે પ્રમુખ પદ માટે એક પણ ફોર્મ ભરાયું નહોતું. ઉપરાંત ઉપ પ્રમુખ પદ માટે 1 ફોર્મ લઈ જવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...