તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પશુચોરી:રૂપાલમાં ખીલે બાંધેલી 4 ભેંસ અજાણ્યા શખ્સો ચોરી ગયા

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય એક ભેંસને ડાલામાં ચડાવતાં સમયે ભાગી છૂટતાં બચી ગઇ, પોલીસ ફરિયાદ

ગ્રામ્ય વિસ્તારના સીમાડામાં બાંધેલી કિંમતી ભેંસની ચોરીના બનાવો વધી રહ્યા છે. રૂપાલ ગામમા ભાચમ તલાવડી પાસેના એક બોરકુવા ઉપર બાંધવામા આવેલી ચાર ભેંસને ડાલુ લઇને આવેલા ઇસમો ચોરી કરી પલાયન થઇ ગયા હતા, જ્યારે એક ભેંસને ડાલામા ચવાડતા સમયે ભાગી જતા બચી જવા પામી હતી. આ બાબતે પેથાપુર પોલીસ મથકમાં અરજી આપવામા આવી છે.

મળતી માહિતી મુજબ રૂપાલ ગામમા આવેલી ભાચમ તલાવડી પાસે એક બોરકુવા ઉપર ખેતરમાં ભાગીયા તરીકે કામગીરી કરતા હમિરસિંહ ગેમરજી ઠાકોર અને તેનો ભાઇ ચપાજી ગેમરજી ઠાકોર (મૂળ રહે, બનાસકાંઠા) રોજગારી મેળવે છે. પોતાના પરિવારનુ સારી રીતે ગુજરાન થાય માટે ખેતીની સાથે પશુપાલન માટે ભેંસ રાખવામા આવી હતી. બંને ભાઇ ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે.

અષાઢી બીજના દિવસે મોડી રાત્રે પરિવાર ખેતરમાં કામગીરી કરીને આશરે 1 વાગ્યાના અરસામા આરામ કરવા ગયો હતો. ત્યા સુધી તબેલામાં બાંધવામા આવેલી ભેંસની સંખ્યા યોગ્ય હતી. પરંતુ વહેલી સવારે ઉઠ્યા બાદ તેમના તબેલામાં બાંધવામા આવેલી 4 ભેંસ ગાયબ હતી. તે સમયે આજુબાજુના ખેતરમાં રહેતા ખેડુતોને ભેંસ બાબતે પુછતાસ કરી હતી, પરંતુ ક્યાંય ભેસ જોવા મળી ન હતી. જેને લઇને પેથાપુર પોલી મથકમા ચાર ભેંસની ચોરી બાબતે અરજી આપવામા આવી હતી.

બીજી તરફ સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે, બાજુમાં રહેતા તારાબેન ઠાકોરની એક ભેંસ ડાલુ લઇને આવેલા ઇસમો દ્વારા ભેંસને ડાલામાં ભરવામા આવતી હતી, દરમિયાન ભેંસ જોર લગાવી ડાલામાંથી ઉતરી જતાં બચી ગઈ હતી.એક જ રાતમાં રૂપાલમા ચાર ભેંસ ચોરી ગયા હતા. પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...