પસંદગી:જિલ્લામાં રાજ્યકક્ષાની વાનગી સ્પર્ધામાં 390ની પસંદગી, 3172 કિશોરીઓમાંથી એકપણ વિજેતા નહી

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યભરમાં રાષ્ટ્રીય પોષણ માહ-2020ની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી વાનગી સ્પર્ધામાં રાજ્યકક્ષાએ 390 સ્પર્ધકોની વાનગીઓની પસંદગી કરાઇ છે. જોકે વાનગી સ્પર્ધામાં જિલ્લાની 3172 કિશોરીઓએ ભાગ લીધો હોવા છતાં એકપણ વિજેતા બની નહી. પ્રોત્સાહનના ભાગરૂપે 10 કિશોરીઓને ગીફટ અપાઈ હતી. રાજ્યકક્ષાએ વિજેતા પ્રથમ ત્રણને ઇનામ આપવામાં આવ્યા હતા.રાજ્યના તમામ જિલ્લાઓમાં વાનગી હરીફાઇનું આયોજન કરાયું હતું. સોમવારે મહિલા અને બાળ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યમાંથી કુલ 390 સ્પર્ધકોની વાનગીઓની રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી કરાઈ હતી.

નિર્ણાયકો દ્વારા જુદા જુદા સ્પર્ધકોની વાનગીઓ ચકાસીને 24 વાગનીઓન પસંદ કરી હતી. જેમાંથી પ્રથમ કક્ષાએ આણંદ જિલ્લના આરતી રણજીતભાઇ પરમાર, મહેસાણા જિલ્લાના-તાલુકાના ભાવનાબેન સૂર્યકાંતભાઇ ભટ્ટ, નવસારી તાલુકાના નલીનીબેન મિસ્ત્રી જ્યારે દ્વિતીય ક્રમે રાજકોટ તાલુકાના રીંકલબેન, સુરત શહેરના ચેતના આસેદેકર અને ભાવનગર જિલ્લાના કરીના પાલનપુરા તથા ત્રીજા ક્રમે તાપી જિલ્લાના દિયાબેન ગામીત, કોટડા સાંગાણી તાલુકાના અવંતીકાબેન રાઠોડ અને આણંદ તાલુકાના જીનલબેન પટેલની વાનગીને વિજેતા જાહેર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...