તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સંક્રમણ:14 દિવસમાં 3923 સંક્રમિતોની સામે 3890 દર્દી સાજા થયા

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શુક્રવારે વધુ 223 વ્યક્તિ સંક્રમિત થઈ જ્યારે 366 દર્દી કોરોનાને હરાવવામાં સફળ : 12 મોત

જિલ્લામાં નવા 223 કેસ નોંધાતા કુલ આંકડો 17841એ પહોંચ્યો છે. કોરોનાની સારવારથી વધુ 366 દર્દીઓ સાજા થતાં જિલ્લાના 14725 વ્યક્તિઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. જોકે ચાલુ મે માસમાં માત્ર 14 દિવસમાં કોરોનાથી સંક્રમિત કેસ કરતા 33 દર્દીઓ કોરોનાથી સાજા ઓછા થયા છે. 14 દિવસમાં કોરોનાથી 3923 લોકો સંક્રમિત થયા છે.

જ્યારે તેની સરખામણીએ 14 દિવસમાં કુલ 3890 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. જોકે મે માસના તારીખ 5મી, 13 અને 14મી ના રોજ સાજા થનાર દર્દીઓની સંખ્યા 300ને પાર રહી હતી. જ્યારે તેની સરખામણીમાં કોરોનાથી સંક્રમિત થનાર દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. પરંતુ તેની સામે હોસ્પિટલોમાં હજુ દર્દીઓ માટે બેડ ખાલી મળતા નથી. કોરોનાની સારવાર દરમિયાન વધુ 12 દર્દીઓના મોતથી કુલ આંકડો 1845એ પહોંચ્યો છે. જોકે કોરોનાના દર્દીઓના મોતનું સાચું કારણ તો આરોગ્ય વિભાગના ડેથ ઓડિટ બાદ ખબર પડશે.

દહેગામમાંથી 15 યુવા વયના, 3 સગીર, 4 આધેડ, 2 વૃદ્ધ સંક્રમિત
દહેગામ તાલુકામાંથી નવા 24 કેસમાં સાંપામાંથી 1, રખિયાલમાંથી 1, લવાડમાંથી 1, અંગુથલામાંથી 3 સગીર વયના વિદ્યાર્થીઓ, અમરાજીના મુવાડામાંથી 1, હરસોલીમાંથી 1, વાસણા સોગઠીમાંથી 1, ટીંબાની મુવાડીમાંથી 1, ગુડીયાની મુવાડીમાંથી 1, નગરપાલિકા વિસ્તારમાંથી 4, હિલોલમાંથી 6, ઘમીજમાંથી 3 કેસ નોંધાયા છે.
માણસામાંથી 19 કેસમાં 5 મહિલા અને 14 પુરુષ
માણસા તાલુકામાંથી નવા 19 કેસમાં ચરાડામાંથી 1, બિલોદરામાંથી 2, વિહારમાંથી 2, અનોડિયામાંથી 1, રંગપુરમાંથી 1, નગરપાલિકા વિસ્તારમાંથી 2, પુંધરામાંથી 4, લીંબાદરામાંથી 1, માણેકપુરમાંથી 1, પ્રતાપનગરમાંથી 1, વરસોડામાંથી 2, વ્યાસ પાલડીમાંથી 1 કેસ નોંધાયો છે. તમામ દર્દીના પરિવારજનોને તેમજ તેમના સંપર્કમાં આવેલા લોકોને હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

તાલુકામાં 43 કેસ
તાલુકાના દશેલામાંથી 3, જલુંદમાંથી 1, મોટી આદરજમાંથી 2, સરઢવમાંથી 6, ટીંટોડામાંથી 3, રૂપાલમાંથી 15, સોનીપુરમાંથી 2, વાસનમાંથી 5, દંતાલીમાંથી 2, તારાપુરમાંથી 2, સોનારડામાંથી 2 કેસ નોંધાયા.
કલોલમાં 39 કેસ
કલોલના પાલિકા વિસ્તારમાંથી 16 વ્યક્તિઓ સંક્રમિત થઇ છે. જ્યારે ઓળામાંથી 1, ઇસંડમાંથી 1, આરસોડીયામાંથી 1, સાંતેજમાંથી 2, રાંચરડામાંથી 3, નાસ્મેદમાંથી 1, ડિંગુચામાંથી 1, વાંસજડામાંથી 2, પીયજમાંથી 1, મોટી ભોંયણમાંથી 1, ખાત્રજમાંથી 5, જેઠલજમાંથી 2, વડસરમાંથી 2 કેસ નોંધાયા છે.

મનપા વિસ્તારમાં વધુ 98 સંક્રમિત
મનપા વિસ્તારના ગ્રામ્યમાંથી 40 કેસમાં ઝુ્ંડાલમાંથી 3, પેથાપુરમાંથી 3, રાંધેજામાંથી 2, ધોળાકુવામાંથી 3, પીડીપીયુમાંથી 4, રાયસણમાંથી 1, રાંદેસણમાંથી 1, સરગાસણમાંથી 8, કુડાસણમાંથી 6, વાવોલમાંથી 8, ઉવારસદમાંથી 1 કેસ નોંધાયો છે. જ્યારે મનપાના 18 સેક્ટરોમાંથી કુલ 58 કેસમાં સેક્ટર-27માંથી 6, સેક્ટર-26માંથી 5, સેક્ટર-17માંથી 5, સેક્ટર-3માંથી 5, સેક્ટર-2માંથી 4, સેક્ટર-4માંથી 4, સેક્ટર-13માંથી 4, સેક્ટર-14માંથી 4, સેક્ટર-29માંથી 3, સેક્ટર-30માંથી 1, સેક્ટર-24માંથી 1, સેક્ટર-23માંથી 2, સેક્ટર-22માંથી 3, સેક્ટર-12માંથી 2, સેક્ટર-7માંથી 3, સેક્ટર-6માંથી 2, સેક્ટર-5માંથી 3, સેક્ટર-1માંથી 1 કેસ નોંધાયો છે.

GMERS તબીબો અને નર્સિંગ સ્ટાફની હડતાલ માત્ર 38 કલાકમાં સમેટાઇ ગઈ
GMERS તબીબો અને નર્સિંગ હડતાળનો 38 કલાકમાં જ ઉકેલ આવી ગયો હતો. ગરુવારની મધ્યરાત્રીએ ગૃહમંત્રી પ્રદિપસિંહના નિવાસસ્થાને બેઠક કરીને પ્રશ્નોના ઉકેલની બાંહેધરી આપતા તબીબો અને નર્સિંગ સ્ટાફે રાત્રે 2 કલાકે સવારે માત્ર કોવિડના દર્દીઓ અને ઇમરજન્સી દર્દીઓની સારવાર કરવાની જાહેરાત કરી હતી. જોકે નર્સિંગ અને તબિબોના તમામ પ્રશ્નો સાથે ઉકેલવામાં આવશે તો જ હડતાલ પૂર્ણ કરાશે. શુક્રવારે બપોરે મળનારી મિટીંગમાં માંગણીઓ પૂર્ણ કરવાની લેખિત બાંહેધરી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...