તસ્કરી:વૈષ્ણોદેવી મંદિરના ગર્ભગૃહનું તાળું તોડી 3.86 લાખની ચોરી, તસ્કરો 500 ગ્રામ વજનનું ચાંદીનું યંત્ર - પાદુકા ચોરી ગયા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઈ હતી - Divya Bhaskar
ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઈ હતી
  • ચોર સીસીટીવીમાં કેદ, અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

એસજી હાઈવે પર આવેલા વૈષ્ણોદેવી મંદિરમાં ગર્ભગૃહનંુ તાળુ તોડી અજાણ્યા તસ્કરો 3.86 લાખની ચોરી કરી ગયા હતા, જેમાં 500 ગ્રામ વજનનું ચાંદીનં યંત્ર અને પાદુકાનો સમાવેશ થાય છે. આ બનાવ અંગે અડાલજ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે.

ગર્ભગૃહમાં જવાના દરવાજાનો નકુચો તોડી અજાણ્યો તસ્કર ઘૂસ્યો
વૈષ્ણોદેવી મંદિરના ટ્રસ્ટી મુકેશ રામલભાયા વર્મા (સિંધુભવન રોડ, શીલજ)એ ફરિયાદ નોંધાવી છે કે, મંદિરમાં દેખરેખ કરતા પૂર્વેશ વ્યાસનો તેમના પર ફોન આવ્યો હતો. તેમણે મંદિરમાં ચોરી થઈ હોવાનું કહેતા ટ્રસ્ટી મંદિરે પહોંચ્યા હતા. મંદિરે જઈને જોતાં ગર્ભગૃહમાં જવાના દરવાજાનો નકુચો તોડી અજાણ્યો તસ્કર ઘૂસ્યો હતો.

કુલ રૂ. 3.86 લાખની ચોરી ​​​​​​​
​​​​​​​ચોરે માતાજીની મૂર્તિ આગળ મૂકવામાં આવેલા છ ચાંદીનાં યંત્ર (આશરે 500 ગ્રામ વજન, કિં. 1.80 લાખ), ચાંદીની પાદુકા, એક ચવર, યજ્ઞ શાળા પાસે રાખવામાં આવેલો પંપ સહિત કુલ રૂ. 3.86 લાખની ચોરી કરી હતી. આ બનાવની ફરિયાદ અડાલજ પોલીસ મથકમાં નોંધાવાતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ચોરી કરનારા તસ્કરો મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેથી પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...