સેક્ટર-16 અને સેક્ટર-17 ખાતે વર્ષો જૂના 381 જેટલા આવાસો તોડવામાં આવશે. આ અંગે વિભાગ દ્વારા મંજૂરી આપી દેવાતા પાટનગર યોજના વિભાગ દ્વારા હવે થોડા દિવસોમાં આવાસો તોડવાની કામગીરી શરૂ કરી દેવાશે. જેમાં સેક્ટર-16માં ચ, છ અને જ-2 ટાઈપના 179 આવાસ જ્યારે સેક્ટર-17માં ઘ-1 ટાઈપના 131, છ ટાઈપના 70 આવાસ તોડી દેવામાં આવશે.
શહેરમાં હાલ સેક્ટર-12 ખાતે 96 જેટલા આવાસ તોડવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે હવે વધુ 381 આવાસ આગામી સમયે તોડી પાડવામાં આવશે. ગાંધીનગરમાં વર્ષો ચારથી પાંચ દાયકા જૂના 4 હજારથી વધુ મકાનો હવે રહેવા લાયક રહ્યાં નથી. જેને પગલે પાટનગર યોજના વિભાગ દ્વારા જૂના આવાસ તોડીને ફ્લેટ ટાઈપ આવાસોનું બાંધકામ કરાઈ રહ્યું છે.
જોકે આ બધા વચ્ચે સરકારી કર્મચારીઓમાં મકાન માટેનું વેઈટિંગ પણ 4 હજારથી વધુ છે. જેને પગલે તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે ખાલી કરાયેલી જગ્યાઓમાંથી પસંદગી કરીને આવાસોની કામગીરી શરૂ કરાય તેવી માંગણી ઉઠી છે. સેક્ટર-6 ખાતે હાલ 1 હજારથી વધુ આવાસ બાંધવાની કામગીરી ચાલી રહી છે. જે તૈયાર થતા વેઈટિંગમાં થોડા ઘટાડો થાય તેમ છે.શહેરમાં વર્ષો જૂના સરકારી આવાસો અંગે અગાઉ પણ પગલાં લેવા માટે ચર્ચા વિચારણા થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.