તપાસ:GNLUના 38 વિદ્યાર્થીએ 2 દિવસમાં કોરોનાને હરાવ્યો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 દિવસથી જીએનએલયુમાંથી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી

ગત સપ્તાહમાં જીએનએલયુ કોલેજમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી ગયું હતું. આથી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ કોરોનાની ઝપટમાં આવી રહ્યા હતા. જોકે મનપાના આરોગ્ય તંત્ર દ્વારા કોલેજમાં ત્રણ ટીમોને તૈનાત કરીને સઘન ટેસ્ટીંગની કામગીરી કરતા 73 જેટલા વિદ્યાર્થીઓ તેમજ કોલેજના અધ્યાપકો સહિતના કર્મચારીઓનો પણ કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો.

જોકે આરોગ્ય તંત્રની સઘન કામગીરી અને કોલેજના સંચાલકો દ્વારા કોવિડ ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરાવતા કોરોનાનું સંક્રમણ માત્ર પાંચ દિવસમાં જ અટકી ગયું હતું. જોકે છેલ્લા ત્રણેક દિવસથી જીએનએલયુમાંથી કોરોનાનો એકપણ કેસ નોંધાતો નથી. જોકે જીએનએલયુ કોલેજમાં વધતા જતા કેસને પગલે મનપાના આરોગ્ય તંત્ર દ્વારા 33 વિદ્યાર્થીઓના સેમ્પલ જીબીઆરસી ખાતે મોકલી આપ્યા હતા.

પરંતુ એકપણ કેસમાં કોરોનાનું એક્સઇ વેરીયન્ટ નહી હોવાનું લેબોરેટરી તપાસમાં બહાર આવતા આરોગ્ય તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ બે દિવસથી સારવારથી કોલેજના 38 વિદ્યાર્થીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. ચારેય તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી કોરોનાનો કેસ નોંધાયો નથી.

અન્ય સમાચારો પણ છે...