રાજ્યના વિવિધ ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં ઉઠાવેલા રોજગારી-બેરોજગારીના પ્રશ્નોના જવાબમાં રાજ્ય સરકારે કહ્યું કે, 31 ડિસેમ્બર,2022ની સ્થિતિએ અમદાવાદ શહેર-જિલ્લા, ગાંધીનગર શહેર-જિલ્લા, જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મળીને શિક્ષિત-અર્ધશિક્ષિત મળીને કુલ 36,655 બેરોજગારો છે, જ્યારે સરકારે આ 4 શહેર-જિલ્લામાં 87,493 ઉમેદવારોને નોકરી આપી છે.
રાજ્ય સરકારે અમદાવાદ જિલ્લામાં 4030 શિક્ષિત, 379 અર્ધશિક્ષિત અને અમદાવાદ શહેરમાં 12,282 શિક્ષિત 1205 અર્ધશિક્ષિત બેરોજગાર હોવાનો જવાબ આપ્યો છે. ગાંધીનગર જિલ્લામાં 3707 શિક્ષિત, 1205 અર્ધશિક્ષિત, ગાંધીનગર શહેરમાં 2291 શિક્ષિત, 114 અર્ધશિક્ષિત બેરોજગારો છે.
જામનગર જિલ્લામાં 8,684 શિક્ષિત, 910 અર્ધશિક્ષિત અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 2,339 શિક્ષિત, 97 અર્ધશિક્ષિત બેરોજગારો છે. એકંદરે 4 શહેર-જિલ્લામાં કુલ 36,655 બેરોજગારો છે. સરકારે બેરોજગારોને સહાયરૂપ થવા માટે અમદાવાદ-ગાંધીનગરમાં બે વર્ષમાં 26 લશ્કરી ભરતી પહેલા યુવાનોને તાલીમ અને 449 જેટલા વ્યવસાયિક સેમિનાર યોજ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.