તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:સરગાસણની 3 ટીપી સ્કિમના રીઝર્વ પ્લોટ પરથી 36 દબાણો હટાવવામાં આવ્યાં

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુડાએ કાચા-પાકા દબાણો દુર કરીને કોરોના પ્લોટને દબાણમુક્ત કર્યા - Divya Bhaskar
ગુડાએ કાચા-પાકા દબાણો દુર કરીને કોરોના પ્લોટને દબાણમુક્ત કર્યા
  • ગુડાએ 2 દિવસ સુધી દબાણ હટાવવાની કામગીરી કરી
  • ઝૂંપડાં સહિતનાં દબાણો દૂર કરી 300 કરોડના પ્લોટ મુક્ત કર્યા

ગુડાના સરગાસણ ટીપી સ્કિમમાં સરગાસણ, વાવોલ અને વાસણા હડમતિયાના 3 રીઝર્વ પ્લોટ પરથી કાચાં-પાકાં દબાણો દૂર કરી કુલ 300 કરોડના પ્લોટ દબાણમુક્ત કર્યા હતા. ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળના સરગાસણ ટીપી સ્કિમ-9-એના સરગાસણ, વાવોલ, વાસણા હડમતીયા પ્લોટની બાજુમાં બિલ્ડરોની સ્કિમ ચાલી રહી છે. આથી બિલ્ડરો દ્વારા સાઇટ ઓફિસ તેમજ બિલ્ડીંગ મટીરીયલનો સ્ટોકનું દબાણ કર્યું હતું. ઉપરાંત પ્લોટમાં દબાણો હતાં. આથી બિલ્ડરોને નિયત ભાડુ ભરીને પ્લોટ ભાડે લેવા અરજી કરવા જાણ કરાઈ હતી. ઉપરાંત દબાણકારોને 15 દિવસમાં સ્વેચ્છાએ દબાણો દૂર કરવા લેખિત સૂચના આપી હતી.

આથી અમુક દબાણકારોએ સ્વેચ્છાએ દબાણ દૂર કર્યાં હતાં. વધુમાં 10 જેટલા બિલ્ડરે પ્લોટ ભાડે લેવા નિયમોનુસારની અરજી કરી છે ત્યારે જે દબાણકારોએ નિયત સમયમર્યાદામાં દબાણ દૂર ન કરતાં ગુડાએ દબાણો દૂર કર્યાં હતાં. ગુડાએ 3 પ્લોટ ઉપર 2 દિવસમાં પ્લોટ નંબર 154 (રમત-ગમતનું મેદાન)માં થયેલા 18 જેટલાં પાકા દબાણો દૂર કર્યાં હતાં જ્યારે એક પાકુ બાંધકામ તોડી પાડ્યું હતું.

ઉપરાંત પ્લોટ નંબર 175માં પણ 12 જેટલાં ઝુંપડાઓ હટાવવા સાથે પ્લોટ નંબર 145માંથી 6 જેટલા ઝુંપડા દુર કરીને અંદાજે રૂ. 300 કરોડના ત્રણ પ્લોટને દબાણમુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે દસ પ્લોટના કબજા મેળવવામાં આવ્યા અને દોઢ કિ.મી. લાંબા રોડના સ્થળે પઝેશન મેળવવામાં આવ્યું હોવાનું ગુડાના વહિવટી અધિકારી કુસુમબેને જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...