કોરોના અપડેટ:જિલ્લાના 19 પુરુષ અને 17 મહિલા સહિત 36 લોકો કોરોનાથી સંક્રમિત

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

જિલ્લામાં કોરોનાના વધુ 36 કેસ નોંધાયા છે. તેમાં 19 પુરૂષ અને 17 મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજી તરફ હોમ આઇસોલેશન સારવારથી મનપા વિસ્તારના 24 અને ચાર તાલુકાના 17 સહિત કુલ-41 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.કોરોનાની ચોથી લહેરમાં સંક્રમણ ઓછું થવાનું નામ લેતું જ નથી.

રાદેસણમાંથી 46 વર્ષીય મહિલા, 36 વર્ષીય યુવાન, 54 વર્ષીય મહિલા, જીઇબીના 58 વર્ષીય આધેડ, ઝુંડાલની 86 વર્ષીય મહિલા, કુડાસણની 43 વર્ષીય મહિલા, સુઘડનો 38 વર્ષીય યુવાન, વાવોલનો 36 વર્ષીય યુવાન, સરગાસણની 46 વર્ષીય મહિલા, પેથાપુરની 54 વર્ષીય મહિલા, ઇન્ફોલીટીની 23 વર્ષીય અને 25 વર્ષીય મહિલાઓ, આઇઆઇટીનો 22 વર્ષીય યુવાન, સેક્ટર-2ના 74 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-4ની 29 વર્ષીય મહિલા, સેક્ટર-5ના 68 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-7ના 66 વર્ષીય વૃદ્ધ, 24 વર્ષીય યુવતી, સેક્ટર-8માંથી 77 વર્ષીય વૃદ્ધ, 71 વર્ષીય મહિલા, સેક્ટર-12નો 24 વર્ષીય યુવાન, સેક્ટર-22ના 66 વર્ષીય વૃદ્ધ

સેક્ટર-20માંથી 14 વર્ષીય વિદ્યાર્થીની, 32 વર્ષીય મહિલા, સેક્ટર-23ની 50 વર્ષીય મહિલા, સેક્ટર-28ના 51 વર્ષીય આધેડ, સેક્ટર-29નો 22 વર્ષીય યુવાન કોરોનાથી સંક્રમિત થયો છે. દહેગામ, ગાંધીનગર અને કલોલ તાલુકામાંથી નવા 9 કેસ નોંધાયા છે. તેમાં દહેગામ તાલુકાના બબલુપુરાના 55 વર્ષીય આધેડ, સામેત્રીનો 42 વર્ષીય યુવાન કોરોનાગ્રસ્ત થયો છે. જ્યારે લવારપુરની 23 વર્ષીય વિદ્યાર્થીની, શાહપુરનો 38 વર્ષીય યુવાનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ઉપરાંત કલોલ તાલુકાના નગરપાલિકા વિસ્તારની 56 વર્ષીય મહિલા, 27 વર્ષીય યુવાન, કારોલીનો યુવાન સંક્રમિત છે.

અન્ય સમાચારો પણ છે...