તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:CMO અને મંત્રી સ્ટાફના 36 અધિકારી મૂળ વિભાગમાં પરત, કરાર આધારિત અધિકારી- કર્મચારીઓની સેવાઓનો અંત

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્વર્ણિમ સંકુલ - ફાઇલ તસવીર - Divya Bhaskar
સ્વર્ણિમ સંકુલ - ફાઇલ તસવીર
  • નવા મંત્રીઓ સ્ટાફ ન રાખે ત્યાં સુધી સહાય માટે 70 અધિકારીની યાદી તૈયાર

રૂપાણી અને મંત્રીમંડળના રાજીનામા બાદ સ્વર્ણિમ સંકુલમાં ભારે ઉથલ પાથલ જોવા મળી રહી છે. સીએમ ઓફિસમાં નિયુક્ત તેમજ મંત્રીઓના અંગત સચિવ તરીકે કાર્યરત 36 જેટલા સચિવાલય કેડર, ગેસ કેડર તેમજ અન્ય કેડરના અધિકારીઓને મૂળ વિભાગમાં પરત મોકલવામાં આવ્યા છે.

16મીએ મંત્રીમંડળના નવા સભ્યોની શપથવિધિ યોજાનાર હોવાથી નવા મંત્રીઓ પોતાના અંગત સ્ટાફની નિમણૂક ન કરે ત્યાં સુધી તેમની રોજીંદી સરકારી કામગીરીમાં મદદરૂપ થવા માટે જીએડી દ્વારા 35 સેક્શન ઓફિસર અને 35 ડેપ્યુટી સેક્શન ઓફિસરોની યાદી તૈયાર કરવામાં આવી છે. મંત્રીઓ સ્ટાફની નિમણૂક ન કરે ત્યાં સુધી આ અધિકારીઓ પીએ અને પીએસ તરીકે મંત્રીઓ સાથે ફરજ બજાવશે.

અન્ય સમાચારો પણ છે...