કોરોનાવાઈરસ:2 તબીબ, વિદ્યાર્થી, બાળકી, પોલીસ જવાન તેમજ મેનેજર, લોજિસ્ટિક સહિત 36 લોકો સંક્રમિત થયાં

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સેક્ટર-26 અને આનંદપુરાના વૃદ્ધ તેમજ છત્રાલની ગૃહિણીનું મોત થતાં જિલ્લામાં મૃત્યુનો કુલ આંકડો 149એ પહોંચ્યો
  • જિલ્લામાં વધુ 28 દર્દી કોરોનાને હરાવવામાં સફળ રહ્યાં
  • ગાંધીનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી 12 જ્યારે કલોલમાંથી 5 તેમજ માણસામાંથી 2 અને દહેગામમાંથી 1 કેસ નોંધાયો છે

જિલ્લાની વધુ 36 વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત થતાં અત્યાર સુધી કુલ આંકડો 2466એ પહોંચ્યો છે. જ્યારે હોસ્પિટલમાં સારવાર લઇને વધુ 28 દર્દીઓ સાજા થતાં જિલ્લાની 1955 વ્યક્તિઓ કોરોના મુક્ત થઇ છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી વધુ ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા છે. જેમાં કલોલ તાલુકાના છત્રાલના 56 વર્ષીય ગૃહિણી ઉપરાંત સેક્ટર-26ના 64 વર્ષીય અને આનંદપુરા (વેેડા)ના 68 વર્ષીય વૃદ્ધનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

કોરોનાથી સંક્રમિત વ્યક્તિઓમાં બે તબિબો, પોલીસ જવાન, વિદ્યાર્થી, બાળકી, મેનેજર, લોજીસ્ટીક, આંગણવાડી કાર્યકર, ઓફિસ આસિસ્ટન્ટ સહિતનો સમાવેશ થાય છે. જિલ્લાના મનપા વિસ્તારમાંથી વધુ 16 તો ગાંધીનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી 12 જ્યારે કલોલમાંથી 5 તેમજ માણસામાંથી 2 અને દહેગામમાંથી 1 કેસ નોંધાયો છે.તમામ દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, તેમજ પરિવારજનોને હોમ કોરેન્ટાઈન કર્યા છે.

મનપાના 16 કેસમાંથી યુવાવયની 9 વ્યક્તિ સંક્રમિત
મનપા વિસ્તારમાંથી નવા 16 કેસમાં સેક્ટર-2ના 36 વર્ષીય પોલીસ જવાન અને સરગાસણમાં ખાનગી બિઝનેશ કરતો સેક્ટર-4નો 26 વર્ષીય યુવાન તેમજ સેક્ટરક-3માંથી 3 કેસમાં દિલ્હીનો 37 વર્ષીય લોજીસ્ટીક, 54 વર્ષીય ગૃહિણી અને સાંઇના 41 વર્ષીય મેનેજર સંક્રમિત થયા છે. સેક્ટર-28ના બે કેસમાં 50 વર્ષીય ડોક્ટર અને 25 વર્ષીય ઓફિસ આસિસ્ટન્ટ તેમજ સેક્ટર-21નો 28 વર્ષીય યુવાન અને સેક્ટર-30ના એસએમવીએસના 25 વર્ષીય મહિલા તબિબ કોરોનામાં સપડાયા છે. જ્યારે ખાનગી નોકરી કરતો સેક્ટર-13નો 39 વર્ષીય યુવાન અને સેક્ટર-26ના 56 વર્ષીય જીઇબીના કર્મચારી તથા સેક્ટર-14ની 17 વર્ષીય સગીર વિદ્યાર્થી તેમજ સેક્ટર-29ના 57 વર્ષીય આંગણવાડી કાર્યકર સંક્રમિત થયા છે. ધોળાકુવાની 49 વર્ષીય ગૃહિણી અને સેક્ટર-20ના 89 વર્ષીય વૃદ્ધ તથા 88 વર્ષીય વૃદ્ધા કોરોનામાં સપડાયા છે.

કલોલમાં 5 ,માણસામાં 2, દહેગામમાં 1 કેસ નોંધાયો
કલોલમાં ધાનજની 20 વર્ષીય યુવતી અને જાસપુરની 47 વર્ષીય ગૃહિણી તેમજ સાંતેજના અને આરસોડિયાના વૃદ્ધ જ્યારે પાલિકા વિસ્તારમાંથી આધેડ સંક્રમિત થયા છે. માણસામાં ઉમિયાનગરના 75 વર્ષીય વૃદ્ધા અને ભીમપુરાના 52 વર્ષીય આધેડ ઉપરાંત દહેગામ નગરપાલિકા વિસ્તારમાંથી 37 વર્ષીય યુવાન કોરોના થયો છે.

ગ્રામ્ય વિસ્તારમાંથી બાળકી, યુવાન સહિત 12 વ્યક્તિ કોરોના સંક્રમિત થઈ
ગાંધીનગર તાલુુકાના નવા 12 કેસ નોંધાયા છે. જેમાં પેથાપુરનો 34 વર્ષીય યુવાન અને છાલાના બે કેસમાં 70 વર્ષીય વૃદ્ધ તથા 60 વર્ષીય ગૃહિણી જ્યારે અંબાપુરનો 24 વર્ષીય યુવાન અને કુડાસણના 3 કેસમાં 2 વર્ષીય બાળકી તેમજ 30 વર્ષીય અને 35 વર્ષીય ગૃહિણીઓ સંક્રમિત થઇ છે. ઉપરાંત રાંદેસણના ત્રણ કેસમાં 26 વર્ષીય યુવતી, 25 વર્ષીય અને 27 વર્ષીય યુવાન જ્યારે ખોરજના 52 વર્ષીય આધેડ અને સરગાસણની 59 વર્ષીય ગૃહિણી કોરોનામાં સપડાઇ છે. તમામ દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, તેમજ પરિવારજનોને હોમ કોરેન્ટાઈન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...