તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વિસ્ફોટ:દિવાળી પછી માત્ર 8 જ દિવસમાં કોરોનાના 353 પોઝિટિવ કેસ નોંધાયા, 24 કલાકમાં 11 કોરોના પીડિતના મોત

ગાંધીનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ વખત શનિવારે એક જ દિવસમાં સર્વાધિક 63 પોઝિટિવ કેસ : મૃતકોમાં 7 જિલ્લાના અને 4 બહારના
  • વધુ 34 દર્દી કોરોનાને હરાવવામાં સફળ રહ્યાં

જિલ્લામાં કોરોનાના વધુ 63 કેસ નોંધાતા કુલ આંકડો 5598એ પહોંચ્યો છે. છેલ્લા આઠ માસથી કોરોનાની મહામારી ચાલી રહી છે. તેમાં પ્રથમ વખત એક જ દિવસમાં હાઇએસ્ટ 63 કેસ શનિવારે નોંધાયા છે. જોકે ગત તારીખ 21મી, ઓક્ટોબરના રોજ હાઇએસ્ટ 54 કેસ નોંધાયા હતા. દિવાળી પછી કોરોનાના વધતા જતા સંક્રમણને પગલે માત્ર આઠ દિવસમાં કોરોનાના પોઝિટિવ 353 કેસ નોંધાયા છે. કોરોનાના વધતા જતા કેસને જોતા આગામી સમય બેકાબુ બને તેવી પણ શક્યતા રહેલી છે. જ્યારે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોવિડના કુલ 11 દર્દીઓના માત્ર 24 કલાકમાં મોત નિપજતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

કોરોનાની સામે જંગ હારી જનાર દર્દીઓમાંથી જિલ્લાના 7 દર્દીઓમાંથી કલોલના 3 દર્દીઓમાંથી 82 વર્ષીય મહિલા, 70 વર્ષીય વૃદ્ધ અને 66 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-30ના 60 વર્ષીય વૃદ્ધ, પરબતપુરાના 58 વર્ષીય આધેડ, પડુસ્માના 67 વર્ષીય વૃદ્ધ અને સેક્ટર-26ના 62 વર્ષીય વૃદ્ધનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય જિલ્લાના 4 દર્દીઓમાંથી અમદાવાદના 69 વર્ષીય, 80 વર્ષીય, 65 વર્ષીય વૃદ્ધો અને 50 વર્ષીય ગૃહિણીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વધુ 34 દર્દીઓએ કોરોનાને હરાવતા જિલ્લાની 4670 વ્યક્તિઓ કોરોનાથી સાજા થઇ ગયા છે. કોરોનાના સંક્રમણનો ભોગ બનનાર બાળકી, એકાઉન્ટટ, શિક્ષિકા, ક્લાર્ક, સેલ્સમેન, ગૃહિણી, બેન્ક કર્મચારી, વેપારી, સેવક, આર્મીમેન સહિત ભોગ બન્યા છે. જિલ્લાના મનપા વિસ્તારમાંથી 33, ગાંધીનગર તાલુકામાંથી 20, માણસામાંથી 7, કલોલમાંથી 2 અને દહેગામમાંથી 1 કેસ નોંધાયો છે.

8 માસમાં હાઇએસ્ટ નોંધાયેલા કેસ

તારીખપોઝિAટિવકેસતારીખપોઝિટિવકેસ
21-105429-753
20-115328-752
22-9548-10\50

માણસા-7, કલોલ-2, દહેગામ-1 કેસ: માણસામાંથી પાલિકા વિસ્તારમાંથી 56 વર્ષીય વેપારી, 34 વર્ષીય ગૃહિણી અને 42 વર્ષીય યુવાન, પુંધરામાંથી 28 વર્ષીય વેપારી અને 60 વર્ષીય ગૃહિણી જ્યારે અજરાપુરામાંથી 29 વર્ષીય યુવાન અને પરબતપુરાના 58 વર્ષીય વેપારી કોરોનામાં સપડાયા છે. જ્યારે કલોલ તાલુકામાંથી બે નવા કેસમાં આમજાના 69 વર્ષીય વૃદ્ધ અને 48 વર્ષીય યુવાન ઉપરાંત દહેગામ તાલુકાના ધારીસણાના 80 વર્ષીય મહિલા કોરોનાગ્રસ્ત થઇ છે.

મનપા વિસ્તારના 22 સેક્ટરોના 33 વ્યક્તિઓ સંક્રમિત થયા: મનપા વિસ્તારમાંથી સે-7માંથી 47 વર્ષીય એકાઉન્ટ મેનેજર, 61 વર્ષીય મહિલા, 75 વર્ષીય બે મહિલાઓ જ્યારે સે-24માં 45 વર્ષીય સે-23ની શિક્ષિકા તથા સે-29માંથી 44 વર્ષીય વાયરમેન, 75 વર્ષીય ગૃહિણી તેમજ સે-3માંથી 32 વર્ષીય મેનેજર, સે-3-એ ન્યુના 60 વર્ષીય વૃદ્ધ, 75 વર્ષીય વૃદ્ધા સંક્રમિત થયા છે. જ્યારે સે-6માંથી 37 વર્ષીય ક્લાર્ક, 72 વર્ષીય ગૃહિણી તથા સે-2માંથી 44 વર્ષીય યુવાન, 34 વર્ષીય સેલ્સમેન તથા સે-28માંથી 55 વર્ષીય ક્લાર્ક, 55 વર્ષીય ક્લાર્ક, 45 વર્ષીય સેવક તેમજ સે-22માંથી 87 વર્ષીય મહિલા, 47 વર્ષીય વેપારી, 69 વર્ષીય વૃદ્ધ અને 49 વર્ષીય બિઝનેસમેન કોરોનામાં સપડાયા છે. જ્યારે સે-26માંથી 34 વર્ષીય ગૃહિણી અને 6 વર્ષીય બાળકી અને 58 વર્ષીય ગૃહિણી, સે-30નો 29 વર્ષીય યુવાન, 57 વર્ષીય મેનેજર તેમજ, સેક્ટર-25ની 50 વર્ષીય ઇન્ડિયન બેન્કની મહિલા કર્મચારી જ્યારે સેક્ટર-5નો 40 વર્ષીય યુવાન, સેક્ટર-27માંથી 27 વર્ષીય વેપારી અને સેક્ટર-20નો 36 વર્ષીય યુવાન તથા સેક્ટર-13નો 49 વર્ષીય આર્મીમેન, ગૃહિણી જ્યારે સેક્ટર-14ની 60 વર્ષીય ગૃહિણી સંક્રમિત થઇ છે.

તાલુકામાંથી 20 લોકો સંક્રમિત: ગાંધીનગર તાલુકામાંથી વાવોલમાંથી 61 અને 91 વર્ષીય વૃદ્ધ, ગૃહિણી જ્યારે કુડાસણમાંથી 59 વર્ષીય આધેડ, 57 વર્ષીય ગૃહિણી, યુવાન, 52 વર્ષીય ગૃહિણી, 24 વર્ષીય યુવતી જ્યારે રાયસણમાંથી 2 યુવાનો તથા ઝુંડાલમાંથી વિદ્યાર્થી અને ગૃહિણી તેમજ સરગાસણમાંથી યુવાન, ગૃહિણી અને વેપારી જ્યારે આલમપુર મીલીટ્રી સ્ટેશનના જવાન, ભાઇજીપુરાના વેપારી, અડાલજનો યુવાન, સાદરાની 29 વર્ષીય યુવતી અને સરઢવના વૃદ્ધ કોરોનામાં સપડાયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો