તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:9 મીટરથી ઓછી ઊંચાઈની 35 સ્કૂલ સેલ્ફ એટેસ્ટેડ ફાયર NOC લઈ શકશે

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મનપા વિસ્તારની 49 જેટલી સ્કૂલ-કોલેજને ફાયર વિભાગ પાસેથી એનઓસી લેવું પડશે, શિક્ષણ અધિકારીને જાણ કરવાની રહેશે

રાજ્યમાં 9 મીટર સુધીની ઊંચાઇ ધરાવતા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ ફાયર સેફટી NOC લેવાનું નહીં રહે તેવી જાહેરાત કરાઈ છે. આવી શૈક્ષણિક સંસ્થાઓ સ્વપ્રમાણિત-સેલ્ફ એટેસ્ટેડ ફાયર NOC કરી શકશે. આ નિર્ણય અનુસાર 9 મીટરથી ઓછી ઊંચાઇ ધરાવતા હોય અને બેઝમેન્ટ ન હોય તેવા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ હવે ફાયર NOC લેવાનું રહેશે નહીં.

પરંતુ આવી શૈક્ષણિક સંસ્થાઓ નિયમાનુસારની ફાયર સેફ્ટી વ્યવસ્થાઓ સુનિશ્વિત કરીને સેલ્ફ એટેસ્ટેડ સ્વપ્રમાણિત રીતે ફાયર NOC જાતે મેળવી શકશે. આ સ્વપ્રમાણિત સેલ્ફ એટેસ્ટેડ ફાયર NOC કર્યાની જાણ સંબંધિત નગર, શહેર કે જિલ્લામાં શિક્ષણ વિભાગના અધિકારીને કરવાની રહેશે. સરકારના આદેશને પગલે ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારની કુલ 29 જેટલી સ્કૂલોને હવે ફાયર વિભાગ પાસે એનઓસી નહીં લેવું પડે. જ્યારે 49 જેટલી સ્કૂલોને ફાયર વિભાગ પાસેથી એનઓસી લેવું પડશે.

આ તમામ સ્કૂલો પાસે ફાયર એનઓસી છે જે પૂર્ણ થતાં રિન્યુ કરવાની પ્રક્રિયા કરવાની રહેશે. હાલ સરકારે આ અંગેની જાહેરાત જ કરી છે તેની શરતો-નિયમો વિગતવાર ટાંકતો જીઆર હવે જાહેર કરવામાં આવશે. જો કે, સ્વપ્રમાણિત સેલ્ફ એટેસ્ટેડ ફાયર NOC એનઓસી લીધા બાદ ફાયર સેફ્ટી યોગ્ય છે કે નહીં તેની તપાસ કોણ કરશે તે અંગે કોઈ ખુલાસો થયો નથી.

તો શું ફાયર વિભાગ આગ લાગશે ત્યારે જ જશે તેવો સવાલ ઉપસ્થિત થવા પામ્યો ?
જોકે આ સ્વપ્રમાણિત સેલ્ફ એટેસ્ટેડ ફાયર NOC એનઓસી લીધા બાદ ફાયર સેફ્ટી યોગ્ય છે કે નહીં તેની તપાસ કોણ કરશે તે અંગે કોઈ ખુલાસો થયો નથી. જોકે સેલ્ફ એટેસ્ટેડ રીતે ફાયર NOC મેળવી લેવાનો અર્થ જ એ થાય છે કે ફાયર વિભાગ અહીં ચેકિંગ નહીં કરે. તો શું ફાયર વિભાગે આગ લાગે ત્યારે જ જવાનું તે એક સવાલ છે.

ગાંધીનગરમાં રહેણાકમાં ચાલી રહેલી હોસ્પિટલોની એનઓસી માટે દોડાદોડ
સરકારે બીજી તરફ સરકારે બી.યુ. પરમીશન ન મળી હોય તેવા બિલ્ડિંગો પણ જો ફાયર NOCની જોગવાઇઓની સંપૂર્ણ પૂર્તતા કરતાં હોય તો તેમને ફાયર NOC આપવા માટે બી.યુ. પરમીશનનો બાધ ન રાખવા આદેશ કર્યો છે. જેને પગલે ગાંધીનગરમાં રહેણાંક વિસ્તારમાં હેતુફેર અને શરતભંગ સાથે ધમધમતી હોસ્પિટલો સહિતના એકમોએ હવે એનઓસી માટે પ્રયત્નો શરૂ કર્યા છે. ગાંધીનગર વર્ષોથી રહેણાંકમાં ચાલતી કોમર્શિયલ પ્રવૃતિઓ સામે કોર્પોરેશન અને જિલ્લા તંત્ર માત્ર નોટિસો આપીને સંતોષ માની લે છે.

રાજભવનની સહિતની બિલ્ડિંગોમાં 7 દિવસ પહેલાં જ NOC રિન્યૂ થયા!
ફાયર એનઓસી બાબતે રાજ્યભરમાં ખાનગી એકમો સામે તવાઈ બોલાવતી સરકારની જ અનેક બિલ્ડિંગોમાં ફાયર એનઓસીના ધાંધિયા હોય છે. મળેલી માહિતી પ્રમાણે ગાંધીનગરમાં સીએમ હાઉસ ઓફિસ બિલ્ડિંગ, રાજભવન, નવા સચિવાયલના બ્લોક નં-8થી 14, નિર્માણ ભવન, સર્કીટ હાઉસ, વિશ્રામગૃહ સહિતની સરકારી બિલ્ડિંગોમાં અઠવાડિયા પહેલાં જ ફાયર એનઓસી રિન્યુ થયા છે. માર્ગ અને મકાન વિભાગ હેઠળ આવતી આ બિલ્ડિંગમાં જ લાંબા સમયથી ફાયર એનઓસી ન હતી. જોકે હાઈકોર્ટની ટકોર બાદ દોડતા થયેલા તંત્ર દ્વારા એનઓસી લેવાયા છે. ગાંધીનગર સ્થિત પોલીસ ભવન, કૃષિભવન, વીર સાવરકર નગર સહિતની બિલ્ડિંગોમાં હજુ એનઓસી નથી, જેની પ્રક્રિયા હાલ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...