કોલેજોમાં અધ્યાપકોની ખાલી જગ્યાથી શિક્ષણ પર માઠી અસર:સરકારી ડિગ્રી ઈજનેરી કોલેજોમાં અધ્યાપકોની 35% જગ્યા ખાલી છે

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભામાં સરકારે કહ્યું, અનુકૂળતાએ જગ્યા ભરાશે

રાજ્યની સરકારી ડિગ્રી ઈજનેરી કોલેજોમાં અધ્યાપકોની 35 ટકા ખાલી જગ્યાઓ છે. જ્યારે ડિપ્લોમાં ડિગ્રી ઇજનેરીની પોલિટેકનિકલ કોલેજોમાં 22 ટકા જેટલી ખાલી જગ્યા હોવાનું કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને શૈલેષ પરમારના પ્રશ્નના જવાબમાં સરકારે કહ્યું હતું.

આ પ્રશ્ન વખતે કોંગ્રેસના ધારાસભ્ય મોઢવાડિયાએ એવો આક્ષેપ કર્યો હતો કે, કોલેજોમાં વધારે પડતી ખાલી જગ્યાને કારણે શિક્ષણ પર માઠી અસર થઈ છે. રાજ્ય સરકારે ડિગ્રી ઈજનેરી કોલેજોમાં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાથી બેઠકો ખાલી રહેતી હોવાનું પણ કારણ રજૂ કર્યુ હતું. રાજ્ય સરકારે ખાલી પડેલી જગ્યાઓ ક્યારે ભરાશે તેવા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, વહીવટી અનુકૂળતાએ ખાલી જગ્યાઓ ભરાશે. જો કે, વિપક્ષે સરકારના આ જવાબની ગૃહ બહાર ટીકા કરી હતી.

પોલિટેકનિકની સ્થિતિ

વર્ગભરેલ જગ્યાખાલી જગ્યાકુલ જગ્યા
વર્ગ-18784171
વર્ગ-220501822232
વર્ગ-33407201060
કુલ24779863463

ઈજનેરી કોલેજોની સ્થિતિ

વર્ગ-1226308534
વર્ગ-212781891467
વર્ગ-3168310478
વર્ગ-468197265
કુલ174010042744
અન્ય સમાચારો પણ છે...