બે વર્ષના કોરોનાકાળના લાંબા વિરામ બાદ નવા શૈક્ષણિક સત્રના પ્રારંભના પ્રથમ દિવસથી વિદ્યાર્થીઓ શાળામાં જશે. 13મી, સોમવારથી શાળાઓ ખુલતા જ 35 દિવસના ઉનાળા વેકેશનનો અંત આવશે. વિદ્યાર્થીઓના કલશોરથી શાળાઓ ગુંજી ઉઠશે. ઉપરાંત નવા શૈક્ષણિક સત્રના પ્રારંભથી જ શાંત પડેલું જન જીવન પણ ધબકતું થઇ જશે.
કોરોનાના કાળા બે વર્ષને કારણે તમામ ક્ષેત્રમાં તેની માઠી અસર બેઠી હતી. આથી બે વર્ષના લાંબા વિરામ બાદ નવા શૈક્ષણિક સત્રના પ્રારંભના પ્રથમ દિવસથી જ વિદ્યાર્થીઓ શાળામાં જશે. ગત વર્ષના શૈક્ષણિક સત્ર પૂર્ણ થતાં જ 35 દિવસના ઉનાળા વેકેશનનો પણ અંત આવશે. શાળાઓ ખુલતાની સાથે જ ઠપ્પ થઇ ગયેલા જન જીવનમાં જાણે નવા પ્રાણ ફુકાયા હોય તેમ ધબકતું થઇ જશે. શાળાઓ ખુલતાની સાથે પુસ્તકો, નોટબુક, સ્કુલબેગ, યુનિફોર્મ, બુટ મોજા, વોટરબેગ, લંચ બોક્સ સહિતની વસ્તુઓની ખરીદીમાં વાલીઓ લાગી જશે.
જોકે કોરોનાના કેસ પીકઅપ પકડતા વિદ્યાર્થીઓને માસ્ક પહેરાવીને વાલીઓ શાળામાં મોકલશે. જોકે શાળાઓ ખુલતાની સાથે સરકારી શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને લઇને તેની તૈયારી શરૂ કરવામાં આવશે. જોકે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે જ વાલીઓને શિક્ષણ માટેનું નવું ખાસ બેજટની જોગવાઇ કરવામાં આવશે. ઉપરાંત નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે પાંચ વર્ષ પૂર્ણ કરનાર ભૂલકાંઓને ધોરણ-1માં પ્રવેશની કામગીરી હાથ ધરવામાં આવશે. શાળાઓ ખુલવાની હોવાથી વાલીઓ દ્વારા પણ જરૂરી તમામ વસ્તુઓની ખરીદી કરી દીધી છે. આ રીતે આજથી જિલ્લામાં શાળાઓ શરૂ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.