તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાંધેજામાં પેથાપુર ચોકડી તરફ જતા રોડે ગરનાળા પાસે કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો હતો. પેથાપુર પોલીસ સ્ટાફ ગુરૂવારે રાત્રે 11 વાગ્યે પેટ્રોલિંગમાં હતો ત્યારે રાંધેજા પાસે એક શંકાસ્પદ કાર પડી હતી. પોલીસે ચેક કરતાં કોઈ ન મળતા પોલીસે ગાડીનો દરવાજો ખોલી ચેક કરતાં તેમાંથી વિદેશી દારૂની પેટીઓ પડેલી હતી. જેને પગલે ટવેરા ગાડીને ક્રેન મારફતે ખેંચીને પોલીસ સ્ટેશન લવાઈ હતી. પોલીસ સ્ટેશન લાવીને પોલીસે ચેક કરતાં અંદરથી દારૂની 26 પેટીઓ અને છુટી બોટલો મળી આવી હતી. જેની ગણતરી કરતાં દારૂની કુલ 348 બોટલો હતી, જેની કુલ કિંમત 1,42,680 રૂપિયા થવા જાય છે. જેથી પોલીસે દારૂનો જથ્થો અને બે લાખની ગાડી મળીને 3,42,680નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે કારના નંબરના આધારે ચાલક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
કલોલમાં ઈલેક્ટ્રોનિકની દુકાનમાં દારૂની મહેફિલ માણતાં 4 પકડાયા
કલોલમાં ઈલેક્ટ્રોનિકની દુકાનમાં દારૂની મહેફિલ માણતા 4 પકડાઈ જતા પોલીસે તમામ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. કલોલ શહેર પોલીસે જુનાચોરા વિસ્તારના ગંજીવાસના નાકે આવેલ પટેલ ટ્રેડિંગ કંપનીની દુકાનની કેબિનમાં દારૂની મહેફિલ માણી રહેલા સંજય દશરથભાઈ પટેલ, પ્રશાંત બારોટ ભરતભાઈ, સુનીલ સુરેશભાઈ રાઠોડ તેમજ બ્રિજેશ મહેશભાઇ પંચાલને દારૂની અડધી બોટલ સાથે ઝડપી પ્રોહિબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
છત્રાલથી વિદેશી અને બોરીસણાથી દેશી દારૂ પકડાયો: 1 આરોપી ઝડપાયોે
છત્રાલના ઇસંડ રોડ પર આવેલ કરણ હેરીટેજ સોસાયટીમાં રહેતા વિનાયક વિનોદકુમાર પુરોહિતને ત્યાં પોલીસે દરોડો પાડી તેમની કારની તલાસી લેતા રૂ.30485ની વિદેશી દારૂની 67 બોટલો મળી હતી. પોલીસે દારૂ તેમજ કાર મળી કુલ 1,30,485નો મુદ્દામાલ સાથે વિનાયકને ઝડપી પાડ્યો હતો. જ્યારે બીજો દરોડો બોરીસણા ગામે પાડ્યો હતો. જેમાં ગામના ભરતજી ઇશ્વરજી ઠાકોરના ઘરેથી રૂ.800નો દેશી દારૂ ગાળવાનો 400 લિટર વોશ તેમજ રૂ.360નો 18 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો. જ્યારે દરોડા દરમિયાન બુટલેગર ભરતજી ઘરે હાજર મળી ન આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી તેને પકડવા તજવીજ હાથ ધરી હતી.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.