તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચ્છીઓ આનંદો:નર્મદાનું વધુ 1 MAFT પાણી આપવા 3475 કરોડના કામને મંજૂરી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છના 6 તાલુકાનાં 96 ગામના 3.80 લાખ લોકોને પીવાનું અને 2.35 લાખ એકર જમીનને સિંચાઇ માટે નર્મદાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે

કચ્છને ફાળવાયેલા નર્મદાના પુરના વહી જતા વધારાના 1 મિલિયન એકરફીટ પાણીનો લાભ આપવા માટે પ્રથમ તબક્કાના 3475 કરોડ રૂપિયાના કામ શરૂ કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આ કામો થવાથી કચ્છના રાપર, અંજાર, મુન્દ્રા, માંડવી, ભૂજ અને નખત્રાણાએ 6 તાલુકાના 96 ગામોની 2.35 લાખ એકર જમીનને સિંચાઇનું પાણી પુરૂ પાડી શકાશે તેમજ આ વિસ્તારના 3.80 લાખ લોકોને નર્મદાનું પીવાનું પાણી ઉપલબ્ધ થશે. કચ્છને એક એમએએફટી પાણી પહોંચાડવાનો નિર્ણય તત્કાલિન મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો.

કચ્છ બ્રાન્ચ કેનાલની સાંકળ 105 કિલોમીટર પાસેથી પાઇપલાઇન દ્વારા સરન જળાશય ભરીને આસપાસના વિસ્તારોને પાણી અપાશે. ટપ્પર ડેમમાંથી 35 ગામોને પાણી અપાશે. ટપ્પરમાંથી નખત્રાણાના નિરોણા ડેમ સુધી પાઇપલાઇનનું કામ હાથ ધરાશે. પ્રથમ તબક્કે કુલ 38 ડેમોમાં નર્મદાનું પાણી પહોંચાડાશે.

અન્ય સમાચારો પણ છે...