બે વર્ષ દરમિયાન બેઠક ખાલી રહી:RTEમાં અમદાવાદ-ગાંધીનગરમાં 3321 બેઠકો ખાલી રહી

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકાર દ્વારા ધો. 1માં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ આપવા પ્રક્રિયા હાથ ધરાય છે. છેલ્લા બે શૈક્ષણિક વર્ષ દરમિયાન સ્કૂલમાં પ્રવેશ માટે 32599 બેઠક ઉપલબ્ધ હતી, પણ તેની સામે 29278 બેઠકો પર જ વિદ્યાર્થીએ પ્રવેશ પ્રાપ્ત કરતા 3321 બેઠકો ખાલી રહી છે.

આ બેઠકો ખાલી રહેવા પાછળ રાજય સરકારે જણાવ્યું કે, વિદ્યાર્થીને તેમની પસંદગીની સ્કૂલમાં પ્રવેશ મળતો ન હોવાથી બેઠક ખાલી રહે છે. અમદાવાદ -ગાંધીનગર શહેર અને જિલ્લામાં વર્ષ 2121-22માં 2010 બેઠક ખાલી રહી હતી. જયારે વર્ષ 2022-23 ધો. 1માં 1311 બેઠક ખાલી રહી હતી. એકંદરે છેલ્લા બે વર્ષ દરમિયાન 3321 બેઠક ખાલી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...