કાર્યવાહી:એગ્રીમેન્ટ વગર પ્રોપર્ટી વેચવા બદલ બિલ્ડરને 3.25 લાખ દંડ; નરોડાના પદ્મા એસોસિએટે રેરાની મંજૂરી પહેલાં વેચાણ કર્યું હતું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 45 યુનિટનું વેચાણ કર્યું પણ 8 યુનિટ માટે એગ્રીમેન્ટ ફોર સેલ બાકી

નરોડા ખાતેના પદ્મા એસોસિએટ્સ દ્વારા સુરિલ બિઝનેસ હાઉસના પ્રોજેક્ટમાં એગ્રીમેન્ટ ફોર સેલ કર્યા વિના 8 યુનિટનું વેચાણ- બુકિંગ કરવામાં આવતા અને 5 યુનિટનું બુકિંગ - વેચાણ ફેરફારની મંજૂરી પહેલા કરાતા રેરા દ્વારા સુઓમોટો કાર્યવાહી કરીને 3.25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

રેરાની કાર્યવાહી દરમિયાન આ પ્રોજેક્ટમાં વેચાણ કરાયેલા 45 યુનિટમાંથી કુલ 8 યુનિટમાં એગ્રીમેન્ટ ફોર સેલ કરવાના બાકી હતા તથા 5 યુનિટનું બુકિંગ- વેચાણ અલ્ટરેશન એટલે કે ફેરફારની મંજૂરી પહેલા કરાયું હોવાનું જણાતા પ્રમોટરને નોટિસ આપીને સુનાવણી કરાઇ હતી. પ્રમોટર દ્વારા રેરાને કરાયેલી રજૂઆતમાં જણાવાયું હતું કે 8 પૈકી ચાર યુનિટમાં ગ્રાહક દ્વારા કંપનીની રચના બાકી હોવાથી એગ્રીમેન્ટ ફોર સેલ કરાયો ન હતો. અન્ય બે યુનિટમાં જ આ કારણે એગ્રીમેન્ટ બાકી હતો.

એક યુનિટમાં સંયુક્ત કુટુંબની મિલકત હોવાનું કારણ દર્શાવી ગ્રાહક દ્વારા કોના નામે એગ્રીમેન્ટ કરાવવું તે નક્કી થઇ શક્યું નથી જ્યારે એક યુનિટનો એગ્રીમેન્ટ થઇ ગયો છે પરંતુ ચાર્ટર્ડ એકાઉન્ટ દ્વારા નિયત ફોર્મમાં તે દર્શાવવાનું રહી ગયું છે. સુનાવણી બાદ રેરાએ કાયદાની જોગવાઇઓના ભંગ બદલ 3.25 લાખનો દંડ કર્યો હતો જે 15 દિવસમાં ચૂકવવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...