તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિશન ગ્રીન ગાંધીનગર:જિલ્લાકક્ષાના વન મહોત્સવમાં 416 હેક્ટરમાં 3.21 લાખ વૃક્ષોનું વાવેતર , 1 હેક્ટરમાં 63 વૃક્ષો સાથે 1.28 કરોડ ઝાડ

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લાના 416 હેક્ટર વિસ્તારમાં 3.21 લાખ વૃક્ષોના રોપાનું વાવેતર કરીને જિલ્લાકક્ષાના વન મહોત્સવની ઉજવણી કરાઇ હતી. જિલ્લાના વન વિસ્તાર 2432 હેક્ટરમાં અંદાજે કુલ 1.28 કરોડ વૃક્ષો છે. જેમાં પ્રતિ એક હેક્ટર દીઠ અંદાજે 63 વૃક્ષો હોવાનું જિલ્લાકક્ષાના વન મહોત્સવની ઉજવણી પ્રસંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું.

રાજ્યમાં વન વિસ્તાર બહાર કુલ 34 કરોડ વૃક્ષો હોવાથી પ્રતિ વ્યક્તિ દીઠ 5.6 વૃક્ષો થાય છે
જિલ્લાકક્ષાના વન મહોત્સવની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત જિલ્લા કલેક્ટર ડો.કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે જિલ્લામાં વન વિસ્તાર 2432 હેક્ટરમાં અંદાજે કુલ 1.28 કરોડ વૃક્ષો છે. જેમાંથી 30 લાખ લીમડા, 22 લાખ દેશીબાવળના વૃક્ષો છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં એક હેક્ટર વિસ્તારમાં અંદાજીત 63 વૃક્ષો છે. આ પ્રસંગે ઉપસ્થિત મુખ્ય વનસંરક્ષક ડો.કે.રમેશે જણાવ્યું્ હતું કે રાજ્યમાં વન વિસ્તાર બહાર કુલ 34 કરોડ વૃક્ષો હોવાથી પ્રતિ વ્યક્તિ દીઠ 5.6 વૃક્ષો થાય છે. જે એક પરિવાર દીઠ 28 વૃક્ષો છે.ત્યારે જિલ્લાકક્ષાના વન મહોત્સવની ઉજવણી નિમિત્તે જિલ્લામાં 3.21 લાખ રોપાની વાવણી 416 હેક્ટર વિસ્તારમાં કરી છે. ઉપરાંત જિલ્લાની 14 સરકારી નર્સરીઓમાંથી રોપાઓનું વિતરણ સરકારી અને બિનસરકારી સંસ્થાઓને તેમજ જિલ્લાવાસીઓને કરાતા તેમણે 16.50 લાખ રોપાનું વાવેતર કર્યું છે. આ ઉપરાંત વીઆઇપી રોડ બ્યુટીફિકેશન યોજના હેઠળ ચ-રોડ તેમજ સચિવાલય ગેટ નંબર 2થી જ-રોડ, સચિવાલય ગેટ નંબર-3થી જ-રોડ સચિવાલય ફરતેના રોડ સહિતના વિસ્તારોને આવરી લેવાયા હોવાનું જિલ્લાકક્ષાના વન મહોત્સવની ઉજવણી પ્રસંગે નાયબ વનસંરક્ષક નેવીલ ચૌધરીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...