તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:કોરોનાના નવા 317 કેસ ,188 પુરુષ અને 129 મહિલા કોરોના સંક્રમિત

ગાંધીનગર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાની સારવાર દરમિયાન વધુ 31 દર્દીઓનાં મોત : રાજ્યની પ્રેસનોટમાં 2 દર્દીનાં મોત, વધુ 227 કોરોનામુક્ત

જિલ્લામાં નવા 317 કેસ નોંધાતા કુલ આંકડો 14870એ પહોંચ્યો છે. સોમવારે કોરોનાથી સંક્રમિત થયેલી વ્યક્તિઓમાંથી 188 પુરૂષ અને 129 મહિલાઓનો સમાવેશ થાય છે. જોકે મનપા વિસ્તાર બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય તેમ સોમવારે મનપા વિસ્તારમાંથી 155ની કેસની સામે ગ્રામ્ય વિસ્તારોમાંથી 162 કેસ નોંધાયા હતા.

જ્યારે મુક્તિધામ અને રૂદ્રભૂમિની અવસાન નોંધની યાદીમાં કરાયેલા ઉલ્લેખ મુજબ કોરોનાની સારવાર દરમિયાન વધુ 31 દર્દીઓના મોત નિપજતા કુલ આંકડો 1588એ પહોંચ્યો છે. જોકે કોરોનાના દર્દીઓના મોતનું સાચું કારણ તો આરોગ્ય વિભાગના ડેથ ઓડિટ બાદ જાણવા મળશે. જોકે રાજ્ય સરકારની સોમવારે પ્રસિદ્ધ થયેલી કોરોનાની યાદીમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી એકપણ દર્દીનું મોત નથી. જ્યારે મનપા વિસ્તારમાંથી બે દર્દીઓના મોતનો ઉલ્લેખ છે. કોરોનાથી સંક્રમિતોમાં એન્જિનીયર, વિદ્યાર્થી, ગૃહિણી, પ્રોફેસર, બસ ડ્રાઇવર, એડવોકેટ, કોન્સ્ટેબલ, સેવક, પીએસઆઇ, ફિઝીયોથેરાપીસ્ટ, એકાઉન્ટટ, મજુર, ખેડુત, વેપારી સહિતનો સમાવેશ થાય છે.

સિવિલ હોસ્પિટલને બાઉન્સરોની જરૂર પડી
ગાંધીનગર સિવિલમાં સિક્યુરીટીનો કોન્ટ્રાક્ટ આપ્યો હોવાથી હાલમાં 24 કલાકમાં કુલ 101 સિક્યુરિટી કર્મચારીઓ ડ્યુટી બજાવી રહ્યા છે. તેમ છતાં 24 કલાકમાં 8 બાઉન્સરોને ડ્યુટી સોંપીને ખાતર ઉપર દિવેલ જેવી સ્થિતિ ઉભી કરી છે.

સિવિલ હોસ્પિટલના ફિવર ઓપીડીમાં તેમજ દર્દીની ડેડબોડી આપવાની કામગીરીની જગ્યાએ બાઉન્સરોને ડ્યુટી સોંપવામાં આવી છે. જ્યારે આ બન્ને જગ્યાએ સિક્યુરિટી જવાનો ડ્યુટી બજાવી રહ્યા છે. ઉપરાંત પોલીસનો પોઇન્ટ પણ આપવામાં આવ્યો છે. તેમ છતાં બાઉન્સરોને ડ્યુટી કેમ સોંપવામાં આવી તેવા પ્રશ્નો સિવિલના કર્મચારીઓ તેમજ સારવાર માટે દર્દીઓના સગાઓમાં ઉઠી છે.

મનપા વિસ્તારની વધુ 155 વ્યક્તિ કોરોનાની ઝપટમાં
મનપા વિસ્તારમાંથી નવા 155 કેસમાં કુડાસણમાંથી 11, પેથાપુરમાંથી 10, સેક્ટર-3માંથી 14, સેક્ટર-5માંથી 7, સેક્ટર-8માંથી 7, સેક્ટર-14માંથી 7, સેક્ટર-19માંથી 7, સરગાસણમાંથી 7, સેક્ટર-30માંથી 6, રાયસણમાંથી 6, વાવોલમાંથી 9, સેક્ટર-23માંથી 5, સેક્ટર-29માંથી 5, જીઇબીમાંથી 5, ભાટમાંથી 3, પોરમાંથી 1, કોબામાંથી 1, કોલવડામાંથી 1, રાંદેસણમાંથી 2, રાંધેજામાંથી 2, પાલજમાંથી 3, બોરીજમાંથી 1, સેક્ટર-28માંથી 2, સેક્ટર-27માંથી 1, સેક્ટર-26માંથી 1, સેક્ટર-24માંથી 3, સેક્ટર-22માંથી 4, સેક્ટર-21માંથી 1, સેક્ટર-20માંથી 1, સેક્ટર-17માંથી 3, સેક્ટર-16માંથી 3, સેક્ટર-12માંથી 4, સેક્ટર-9માંથી 1, સેક્ટર-7માંથી 2, સેક્ટર-6માંથી 3, સેક્ટર-4માંથી 2, સેક્ટર-2માંથી 1, સેક્ટર-1માંથી 3 કેસ નોંધાયા છે.

માણસામાં 61, ગાંધીનગરમાં 55, કલોલમાં 27 અને દહેગામમાં વધુ 19 વ્યક્તિને કોરોના થયો
જિલ્લાના ચારેય તાલુકામાંથી માણસામાંથી 61 કેસમાં આજોલમાંથી 2, બિલોદરા 2, હરણાહોડામાંથી 3, સમૌમાંથી 1, બોરૂમાંથી 1, ફતેહપુરામાંથી 1, ખરણામાંથી 2, ખાટા આંબામાંથી 2, પારસામાંથી 4, અનોડિયામાંથી 3, ખડાતમાંથી 2, કુવાદરામાંથી 6, મહુડીમાંથી 1, રંગપુરમાંથી 1, નગરપાલિકા વિસ્તારમાંથી 9, અંબોડમાંથી 3, દેલવાડમાંથી 1, ગલથરામાંથી 2, લોદરામાંથી 5, પુંધરામાંથી 5, વરસોડામાંથી 2, મંડાલીમાંથી 1, વેડામાંથી 1, વ્યાસ પાલડીમાંથી 1 કેસ નોંધાયો છે. ગાંધીનગર તાલુકામાંથી 55 કેસમાં ઇનસપુરમોટામાંથી 4, ઉવારસદમાંથી 3, તારાપુરમાંથી 2, શેરથામાંથી 1, ઉનાવામાંથી 2, નવાપાલજમાંથી 2, અડાલજમાંથી 6, વાસણમાંથી 6, રૂપાલમાંથી 11, શાહપુરમાંથી 2, રતનપુરમાંથી 1, લવારપુરમાંથી 2, ચંદ્રાલામાંથી 1, ટીંટોડામાંથી 5, પુંધરામાંથી 1, મોટી આદરજમાંથી 4, લેકાવાડામાંથી 2 કેસ નોંધાયા છે. કલોલ તાલુકામાંથી નવા 27 કેસમાં મોટી ભોંયણમાંથી 2, જેઠલજમાંથી 2, કરોલીમાંથી 1, રામનગરમાંથી 1, ચાંદીસણામાંથી 2, ગોલથરામાંથી 1, છત્રાલમાંથી 2, પાનસરમાંથી 1, ધમાસણામાંથી 3, ઓલામાંથી 1, સઇજમાંથી 4, બાલવામાંથી 1, જામળામાંથી 1, સોજામાંથી 2, નગરપાલિકા વિસ્તારમાંથી 3 કેસ નોંધાયા છે. જ્યારે દહેગામ તાલુકામાંથી નવા 19 કેસમાં બહિયલમાંથી 1, નગરપાલિકા વિસ્તારમાંથી 4, જિંડવામાંથી 2, કડજોદરામાંથી 1, જાલિયામઠમાંથી 1, પાટનાકુવામાંથી 1, ખાનપુરમાંથી 1, મોસમપુરામાંથી 1, રખિયાલમાંથી 3, સાંપામાંથી 2, સાણોદામાંથી 2 કેસ નોંધાયા છે. તમામ દર્દીના પરિવારજનોને હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો