તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર યથાવત:24 કલાકમાં કોરોનાના 309 કેસ, 3 દિવસમાં 1000 કેસ

ગાંધીનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 26 દર્દીનાં મોત: 177 દર્દીએ કોરોનાને હરાવતા કુલ 11,740 કોરોનામુક્ત

જિલ્લાના નવા 309 કેસ સાથે કુલ આંકડો 15179એ પહોંચ્યો છે. જોકે સતત બીજી વખત માત્ર ત્રણ દિવસમાં 1000 કેસ નોંધાયા છે. અગાઉ ગત તારીખ 1લી, મેના રોજ 1000 કેસ નોંધાતા કુલ આંકડો 14238 થયો હતો. જોકે ઘરે રહેતી ગૃહિણી, વિદ્યાર્થીઓ, નિવૃત કર્મચારીઓ, વર્ક ફ્રોમ હોમવાળા કુલ 183 લોકો સંક્રમિત થયા છે. જ્યારે સરકારી, અર્ધસરકારી અને ખાનગી નોકરી કરતા 102 વ્યક્તિઓ કોરોનામાં સપડાયા છે. જ્યારે 24 વેપારીઓ પણ કોરોનાથી ઝપટમાંથી બાકાત રહ્યા નથી.

કોરોનાની સારવાર લઇ રહેલા વધુ 26 દર્દીઓના મોત સાથે કુલ આંકડો 1614એ પહોંચ્યો છે. જોકે કોરોનાના દર્દીઓના મોતનું સાચુ કારણ તો આરોગ્ય વિભાગના ડેથ ઓડિટ બાદ જ જાણવા મળશે. કોરોનાની સારવાર લઇ રહેલા વધુ 177 દર્દીઓ સાજા થયા છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારની પ્રેસનોટમાં 177 દર્દીઓ સાજા બતાવ્યા છે. જ્યારે મનપાના આરોગ્ય વિભાગે જણાવેલા આંકડા મુજબ કુલ 283 દર્દીઓ સાજા બતાવ્યા છે.

કલોલમાં 55, ગાંધીનગરમાં 47, માણસામાં 33 અને દહેગામમાં 28 કેસ
કલોલમાંથી 55 કેસમાં બોરીસણામાંથી 1, જાસપુરમાંથી 1, સબાસપુરમાંથી 1, વડસરમાંથી 2, કારોલીમાંથી 3, ખાત્રજમાંથી 1, મોટીભોયણમાંથી 4, શેરીસામાંથી 3, વાંસજડામાંથી 2, ધમાસણામાંથી 1, નારદીપુરમાંથી 2, વેડા પલિયડમાંથી 2, નાંદોલમાંથી 1, પલોડિયામાંથી 2, સાંતેજમાંથી 2, આરસોડિયામાંથી 4, ધમાસણામાંથી 3, ઓળામાંથી 1, જામળામાંથી 2, પ્રતાપપુરામાંથી 1, સોજામાંથી 1, વાગોસણામાંથી 1, નગરપાલિકા વિસ્તારમાંથી 14 કેસ નોંધાયા છે. તાલુકામાંથી નવા 55 કેસમાં વલાદમાંથી 1, સોનારડામાંથી 2, મગોડીમાંથી 1, ગોળવંટામાંથી 1, ઉવારસદમાંથી 1, શેરથામાંથી 1, આલમપુરમાંથી 1, અડાલજમાંથી 1, વાસણમાંથી 4, રૂપાલમાંથી 10, મોટા ચિલોડામાંથી 1, ગિયોડમાંથી 1, છાલામાંથી 1, ચંદ્રાલામાંથી 2, ટીંટોડામાંથી 3, સરઢવમાંથી 4, મોટી આદરજમાંથી 2, ભોંયણ રાઠોડમાંથી 1, મોતીપુરામાંથી 1, દોલારાણા વાસણામાંથી 4, ધરમપુરમાંથી 1, દશેલામાંથી 1, ડભોડામાંથી 2 કેસ નોંધાયા છે. માણસામાંથી 33 કેસમાં આજોલમાંથી 1, બાપુપુરામાંથી 1, બિલોદરામાંથી 5, બોરૂમાંથી 1, ફતેહપુરામાંથી 1, ઇટાદરામાંથી 1, ખરણાંમાંથી 1, નગરપાલિકામાંથી 6, અંબોડમાંથી 1, પુંધરામાંથી 3, રિદ્રોલમાંથી 1, ગ્રામભારતીમાંથી 1, મંડાલીમાંથી 2, પાટણપુરામાંથી 2, વ્યાસપાલડીમાંથી 1, નગરપાલિકા વિસ્તારમાંથી 5 કેસ નોંધાયા છે. દહેગામના સાણોદામાંથી 2, નાંદોલમાંથી 1, હાલીસામાંથી 1, સામેત્રીમાંથી 1, રખિયાલમાંથી 3, લવાડમાંથી 1, ખાનપુરમાંથી 1, ઓતમપુરામાંથી 1, હાથીજણમાંથી 1, પીપલજમાંથી 3, પાટોમાંથી 1, નવા થામ્બલિયામાંથી 1, મોટી માછંગમાંથી 1, મેઘરાજાના મુવાડામાંથી 1, જીંડવામાંથી 4, નગરપાલિકા વિસ્તારમાંથી 5 કેસ નોંધાયા છે.

મનપામાં વધુ 151 કેસ
મનપા વિસ્તારમાંથી કુડાસણમાંથી 17, રાંદેસણમાંથી 12, સે-13માંથી 11, સે-24માંથી 8, સે-27માંથી 8, સરગાસણમાંથી 9, સે-2માંથી 8, સે-1માંથી 7, સે-14માંથી 7, સે-29માંથી 7, સુઘડમાંથી 4, અમિયાપુરમાંથી 1, ઇન્દ્રોડામાંથી 2, વાવોલમાંથી 4, રાયસણમાંથી 3, પેથાપુરમાંથી 2, જીઇબીમાંથી 3, રાંધેજામાંથી 1, પાલજમાંથી 3, સે-30માંથી 1, સે-28માંથી 3, સે-26માંથી 3, સે-23માંથી 2, સે-22માંથી 1, સે-21માંથી 4, સે-19માંથી 2, સેક્ટર-15માંથી 1, સેક્ટર-12માંથી 3, સેક્ટર-8માંથી 1, સેક્ટર-7માંથી 2, સેક્ટર-6માંથી 2, સેક્ટર-5માંથી 3, સેક્ટર-4માંથી 3, સેક્ટર-3માંથી 3 કેસ નોંધાયો છે.

શહેરમાં મિનિ લોકડાઉન 12 મે સુધી લંબાવાયું
કોરોના કેસો વધતા રાજ્ય સરકારે ગાંધીનગર સહિતના શહેરોમાં રાત્રી કર્ફ્યૂનો અમલ 12 મે સુધી લંબાવ્યો છે. આ સાથે કડક નિયમો યથાવત રાખીને મિનિ લોકડાઉન આપતાં અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદી, મેડિકલ સ્ટોર, દૂધ પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો જ ચાલુ રાખી શકાશે. મોલ, શોપિંગ કોમ્પ્લેક્સ, સિનેમા હોલ, ઓડિટોરિયમ, જિમ, સ્વિમિંગ પૂલ, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટીપાર્લર હજુ 12 મે સુધી ખોલી શકાશે નહીં. રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે.

8 માળની બિલ્ડિંગમાં મારા માટે જગ્યા નથી?
સોમવાર રાતથી ચિલોડા પાસેના ગામના આ દર્દી સિવિલ સામે દાખલ થવાની રાહ જોતા હતા જોકે મંગળવાર બપોર સુધી તેમનો નંબર આવ્યો ન હતો. તંત્રની સાઈટ પર કુલ 500 બેડમાં 4 વેન્ટિલેટર અને 9 ઓક્સિજન મળી કુલ 186 બેડ ખાલી બતાવતા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો