તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્રમાં હરકત:બર્ડફ્લુના હાઉથી માંસ ખરીદનારા ગ્રાહકોમાં 30 ટકાનો ઘટાડો, માંસના વેચાણ અને ભાવ ઉપર માઠી અસર પડી

ગાંધીનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક

બર્ડફ્લુની અસર મટનના વેચાણ અને ભાવ ઉપર પડી છે. એક સપ્તાહ અગાઉના પ્રતિ કિલો મટનના ભાવમાં રૂપિયા 50નો ઘટાડો નોંધાયો છે. જ્યારે બર્ડફ્લુના સંક્રમણથી બચવા માટે તેની ખરીદીમાં પણ ઓટ આવતા 30 ટકા ટકા ગ્રાહકોનો ઘટાડો નોંધાયો છે.

રાજ્યમાં બર્ડફ્લુએ માથું ઉંચકતા આરોગ્ય અને પશુપાલન તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લામાં બર્ડફ્લુનો પગપેસારો થાય નહી તે માટે જિલ્લા પશુપાલન અધિકારી ડો.સુરેશ પટેલે 23 પશુચિકિત્સકોની ટીમ બનાવી છે. ઉપરાંત જિલ્લાના મરઘા ફાર્મની મુલાકાત લઇને ડે ટુ ડેનો રિપોર્ટ કરવાની સૂચના આપી છે. ત્યારે બર્ડફ્લુની અસર મટનના વેચાણ અને ખરીદી ઉપર પડી છે. બર્ડફ્લુને પગલે માત્ર એક સપ્તાહમાં મટનની ખરીદીમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે મટનના ભાવમાં પ્રતિ કિલોએ રૂપિયા 50ની ઓટ આવી છે. ત્યારે જિલ્લામાં ચીકન અને મટનનું વેચાણ કરતા વેપારીઓને પૂછતા જણાવ્યું છે કે એક સપ્તાહ અગાઉ પ્રતિ કિલો મટનનો ભાવ રૂપિયા 120થી 130 રહેતો હતો. જે બર્ડફ્લુને પગલે પ્રતિ કિલો મટનનો ભાવ રૂપિયા 70થી 76 થયો છે. આથી પ્રતિ કિલોએ રૂપિયા 50ના ઘટાડો નોંધાતા વેપારીઓને આર્થિક ફટકો પડ્યો છે.

કેસ નોંધાય તો જાહેરનામું બહાર પડાશે
જિલ્લામાં બર્ડફ્લુનો કેસ નોંધાય અને તેનાથી પક્ષીનું મોત થાય તો જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામા આવશે. ઉપરાંત બર્ડફ્લુથી આસપાસના વિસ્તારોમાં મટન કે ઇંડાના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે. જોકે જિલ્લામાં એકપણ કેસ નહીં નોંધાતા આવી કોઇ જ પ્રકારની કામગીરી નહી કરી હોવાનું જિલ્લા પશુપાલન અધિકારીએ જણાવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser