તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:મનપા સ્થાયી સમિતિની બેઠકમાં 30 કરોડનાં કામોને મંજૂરી મળવા વકી

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બગીચાઓના નવીનીકરણ, સફાઈ માટે લોડર અંગે નિર્ણય લેવાશે

ગાંધીનગર મહાનગરપાલિકામાં આવતીકાલે બુધવારે સ્થાયી સમિતિની બેઠક મળશે. જેમાં 11 જેટલા મુદ્દાઓ પર ચર્ચા અને મંજૂરની મહોંર મારવામાં આવશે. જેમાં કાઉન્સિલર્સની ગ્રાન્ટમાંથી ટ્રી ગાર્ડની ખરીદીની મર્યાદામાં 300 નંગનો વધારો, મુક્તિધામમાં અગ્નિ સંસ્કાર માટે બળતણના લાકડા 80 રૂપિયા પ્રતિ ટનની કિંમતે લેવા નિર્ણય, ખોટા દસ્તાવેજોને આધારે ટેન્ડર મેળનાર મહાકલી સોઈંગ મસીન એન્ડ આયર્ન એજન્સીને ડિસ્ક્વાલિફાય કરવા જેવા મુદ્દે નિર્ણય લેવાશે.

કોરોના વચ્ચે પણ બીનજરૂરી કહીં શકાય તેવા 17 બગીચાઓના નવીનીકરણ માટે 26 કરોડ જેટલો ખર્ચ કરવા અંગે પણ આજે નિર્ણય લેવાશે. જેમાં સે-17, 20,22 ખાતે 2, સે-23 ખાતે આવેલા બગીચાઓ માટે 7.92 કરોડનું ટેન્ડર, બીજી તરફ સે-3, 3ન્યૂ, 6, 13, 14 ખાતે આવેલા બગીચાઓ માટે 6.57 કરોડના ખર્ચનું ટેન્ડર, જ્યારે સે-5, 12, 16, 22 (આનંદવાટીકા), 26, 29 તેમજ 30 ખાતે આવેલા બગીચાઓ માટે 9.91 કરોડના ખર્ચે નવીનીકરણની પ્રક્રિયા માટે ટેન્ડર મંજૂર થાય તેવી શક્યતા છે. બીજી તરફ શિયાળાને લઈ કામચલાઉ શેલ્ટર બનાવવાની મંજૂરી આપવા અંગે કમિશનરની આવેલી ભલામણ અંગે પણ નિર્ણય લેવામા આવશે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 2 વ્હીલ્ડ સ્કીડ સ્ટીયર લોડર મશીન ખરીદાયેલુ 36.82 લાખના ટેન્ડર પર મંજૂરીની મહોર મારવામા આવે તેવી શક્યતા છે. ગાંધીનગરમાં જ્યારે નોટીફાઈડ એરિયા કાર્યરત હતો જ્યારે ઊંચી ઈમારતોમાં આકસ્મિક ઘટનોઓને પહોંચી વળવા સાડા ચાર કરોડના ખર્ચે ઈટાલીથી 42 મીટરનું હાઈડ્રોલીક પ્લેટફોર્મ ખરીદવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...