તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રમોશન:અધિક કલેક્ટર કક્ષાના 30 અધિકારીને ફરજ સ્થળે જ સિલેક્શન ગ્રેડમાં બઢતી આપવામાં આવી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકારે ગેસ કેડરના અધિક કલેક્ટર કક્ષાના 30 અધિકારીઓને પ્રમોશન અપાયાં છે. આ ક્લાસ-1 અધિકારીઓને સિલેક્શન ગ્રેડમાં બઢતી અપાઈ છે. અધિકારીઓને તેઓ હાલ જ્યાં ફરજ બજાવે છે તે જ જગ્યા પર પ્રમોશન અપાયા છે. સીએમ કાર્યાલયના જન સંપર્ક એકમના ચંદ્રેશ કોટક, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના પીએસ એન.એસ.ડોડીયા, અમદાવાદ ડીઆરડીએના ડાયરેક્ટર પી.જે.ઔંધીયા, સ્ટેટ ટેક્સમાં ફરજ બજાવતા સી.એમ. ત્રિવેદી, એચ.જે. પ્રજાપતિ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ મેનેજર એસ.જે.જોશી સહિતના અધિકારીઓને બઢતી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...