શિક્ષણ વિભાગનું અભિયાન:જિલ્લાકક્ષાએ 3 શિક્ષકોની પસંદ કરીને રાજ્યકક્ષાએ મોકલાશે

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાઅમૃત મહોત્સવથી શિક્ષકોમાં ઇનોવેટિવ શક્તિ બહાર આવશે

શિક્ષકોમાં રહેલી સુષુપ્ત ઇનોવેટીવ શક્તિઓને ઉજાગર કરવા માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાઅમૃત મહોત્સવ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં શિક્ષકોએ પોતાની ઇનોવેટીવના વિડિયો બનાવીને દિક્ષા પોર્ટલ ઉપર અપલોડ કરવાનો રહેશે. જિલ્લામાંથી ત્રણેક શિક્ષકોની કૃતિને રાજ્યકક્ષાએ મોકલવામાં આવશે.

આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે કેળવણી આપતા શિક્ષકોની સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવાનું રાજ્યના શિક્ષણ વિભાગે અભિયાન શરૂ કર્યું છે. શાળામાં વિદ્યાર્થીઓને હાજરી વધારવા, કોઠાસુઝથી વિદ્યાર્થીઓને સરળતાથી શિક્ષણની ટ્રીક અપનાવતા, શાળાના વિદ્યાર્થીઓની સાથે અન્ય કોઇ પ્રવૃત્તિઓ કરાવતા હોય તેમજ વિદ્યાર્થીઓનું શિક્ષણ સુધારવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓ સહિતના મુદ્દે શિક્ષકોની ઇનોવેટીવ પ્રવૃત્તિઓને બિરદાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યા અમૃત મહોત્સવ પ્રોજેક્ટના ભાગરૂપે આયોજન કરાયું છે.

જેમાં શિક્ષકોએ પોતાનામાં રહેલી ઇનોવેશનનો વિડિયો બનાવીને દિક્ષા પોર્ટલ ઉપર અપડોલ કરવાનું રહેશે. જોકે આ પ્રોજેક્ટ અંતર્ગત દરેક સીઆરસી કક્ષાએ બે બે શિક્ષકોના વિડિયો અપલોડ કરવાના રહેશે. તેમાંથી જિલ્લાકક્ષા માટે ત્રણ શિક્ષકોની પસંદગી કરીને રાજ્યકક્ષાએ મોકલવામાં આવશે.

જોકે શિક્ષકોએ પ્રોજેક્ટ પસંદગી માટે નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં અધ્યયન નિષ્પત્તિ સંદર્ભે પસંદગી કરાવી રહેશે. વિષયવસ્તુ રજુઆત, શિક્ષકની ભૂમિકા કે સહભાગિતા, વિદ્યાર્થીઓની સક્રિયતા કે સહભાગિતા, અધ્યયન નિષ્પત્તિની સિદ્ધીનું મૂલ્યાંકન, સર્જનાત્મક વિડિયોને પ્રોત્સાહન આપવું.

કોપીરાઇટ કે આઇપીઆરનું ઉલ્લંઘન કરતો નથી. ભાષાકિય તથા અન્ય ભૂલરહિત, નફરત ફેલાવનારી ભાષા, બદનક્ષી કે હિંસાત્મક ભાષા ધરાવતું વિષયાંગ કે રજુઆત હોવી જોઇએ નહી. જાતિ, ધર્મ, સંપ્રદાય, વિકલાંગતા કે ઉંમર વિશે પણ વાંધાજનક ટીપ્પણી હોવી જોઇએ નહી. વિડિયો સ્પષ્ટ અને સમજી શકાય તેવો ઓડિયો, યોગ્ય કદના ફ્રોન્ટ, કલર તથા શૈલી ધરાવતો વિડિયો હોવો જોઇએ તેવો આદેશમાં ઉલ્લેખ કર્યો છે.

આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે કેળવણી આપતા શિક્ષકોની સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવાનું રાજ્યના શિક્ષણ વિભાગે અભિયાન શરૂ કર્યું છે. જેના ભાગરૂપે શિક્ષકોમાં રહેલી ઇનોવેટિવ શક્તિ બહાર લાવવા પ્રયાસ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...