તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષકોનું બહુમાન:3 સારસ્વતને આજે રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત થશે

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર જિલ્લાના 3 શિક્ષકોનું બહુમાન કરાશે
  • જિલ્લાના 3 શિક્ષક સહિત રાજ્યના કુલ 30 શિક્ષકો અને આચાર્યોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપવામાં આવશે

શિક્ષણ ક્ષેત્રે કરેલી શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 5મી, સપ્ટેમ્બરના રોજ રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવે છે. તેમાં જિલ્લાના ત્રણ શિક્ષકો સહિત સમગ્ર રાજ્યના કુલ 30 શિક્ષકો અને આચાર્યોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરાશે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તાલુકાકક્ષાથી લઇને રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડનું આયોજન કરવામાં આવે છે. ત્યારે જિલ્લા અને તાલુકાકક્ષાના શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડનો કાર્યક્રમ જે તે જિલ્લાકક્ષાએ યોજવામાં આવે છે.

રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડનો કાર્યક્રમ તારીખ 5મી, સપ્ટેમ્બર, રવિવારે, અમદાવાદ ખાતે યોજાનાર છે. રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ માટે જિલ્લામાંથી ત્રણ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. તેમાં પ્રાથમિક વિભાગમાં જિલ્લાના માણસા તાલુકાની અનોડિયા પ્રાથમિક શાળા નંબર-2 ડોડીપાળના શિક્ષક સંજયકુમાર ભગાભાઇ જણસારીની પસંદગી કરાઇ છે.

જ્યારે માધ્યમિક વિભાગમાં મોટેરાની સ્વસ્તિક હાયર સેકન્ડરી સ્કુલના વિષ્ણુભાઇ હરીભાઇ પટેલની પસંદગી કરાઇ છે. ઉપરાંત ખાસ શિક્ષક વિભાગમાં ઉવારસદના સદ્દવિચાર પરિવાર પુનર્વાસ કેન્દ્રના ભરતભાઇ પ્રભુદાસ પ્રજાપતિની પસંદગી કરાઈ છે. જ્યારે જિલ્લાકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે કુલ-7 શિક્ષકોની પસંદગી કરાઈ છે. તેમાં ગાંધીનગર તાલુકામાંથી એક, દહેગામ તાલુકામાંથી બે, કલોલ તાલુકામાંથી 3 અને માણસા તાલુકામાંથી 1 શિક્ષકનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...