રસ્તા બંધ:વડાપ્રધાનની મુલાકાતને લઈને 3 રસ્તા બંધ રહેશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • આજે બપોરે 2 થી કાલે રાત્રે 10 વાગ્યા સુધી રસ્તા બંધ

વડાપ્રધાનની મુલાકાતને લઈને શહેરમાં કેટલા રસ્તા નાગરિકો માટે બે દિવસ બંધ રહેશે. જેમાં આજે બપોરે 2 વાગ્યાથી લઈને આવતીકાલે રાત્રે 10 વાગ્યા સુધી સેક્ટર-30 સર્કલથી ઈન્દ્રોડા સર્કલ સુધીનો જ રોડ તમામ વાહનો માટે બંધ રહેશે. જેમાં ઈન્દ્રોડા સર્કલથી ચ રોડ થઈ ઘ-0 રોડ થઈને વાહનો ડાયવર્ટ કરાશે. જ્યારે સે-30થી રોડ નંબર-7 તરફ વાહનો ડાયવર્ટ કરાશે.

આવતીકાલે બપોરે 3થી રાત્રે 10 વાગ્યા સુધી ખ-3 સર્કલથી ખ-5 સર્કલ સુધી મુખ્ય રોડ પર નાગરિકો માટે બંધ રહેશે. જેમાં ખ-3થી ખ-5 બાજુ જતા વાહનો ગ-3 તરફ જ્યારે ખ-5થી ખ-0 જતા વાહનો ગ-5 તથા ક-5 તરફ ડાયવર્ટ કરાશે. બીજી તરફ ક-રોડથી હોટેલ લીલા થઈ અંડરપાસ થઈ ખ-રોડ સેક્ટર-13 રેલવે સ્ટેશન ચોકડી સુધીનો માર્ગ પણ આવતીકાલે બપોરે ત્રણથી રાત્રે 10 વાગ્યા સુધી બંધ રહેશે. જોકે રેલવે મુસાફરી માટે આવતા મુસાફરોને જવા દેવાશે.

રસ્તાઓ બંધ રાખવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. આ ઉપરાંત આજે બપોરે 2 વાગ્યાથી લઈને આવતીકાલે રાત્રે 8 વાગ્યા સુધી ત્રણ જેટલા રસ્તા પર નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. જેમાં ઈન્દીરા બ્રીજથી ઈન્દ્રોડા સર્કલ સુધી આવતા-જતા બંને મુખ્ય માર્ગ, સર્કિટ હાઉસ સર્કલથી ખ-5 સર્કલ સુધી તથા ખ-3 સર્કલથી ખ-0 સરગાસણ ચોકડી થઈ રિલાયન્સ સર્કલ થઈ શાહપુર સર્કલ સુધી નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...