તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના 1500 ટેસ્ટિંગમાંથી 3 ટકા પોઝિટિવ કેસ

ગાંધીનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં દરરોજ ટેસ્ટિંગ માટે અલગ અલગ 60 જગ્યાએ કેન્દ્રો ઉભા કરવામા આવ્યા: સતત થઈ રહેલી કામગીરી

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાએ ધીમે ધીમે સ્પિડ પકડી રહ્યું છે. આથી અલગ અલગ 60 જેટલા કેન્દ્રોમાં કોરોનાના ટેસ્ટીંગ કરવામાં આવે છે. દરરોજ કરવામાં આવતા અંદાજે 1500 જેટલા ટેસ્ટમાંથી 3 ટકા જેટલા પોઝિટિવ રિપોર્ટ આવતા હોવાનું આરોગ્ય તંત્રના સૂત્રોએ જણાવ્યું છે.

જિલ્લાના મનપા વિસ્તારમાં કોરોનાના બેકાબુ બન્યો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી બિનજરૂરી કામ સિવાલ શહેરમાં લોકો આવી રહ્યા છે. જેને પરિણામે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસ ગતિ પકડી રહ્યા છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં કોરોના બેકાબુ બને નહી તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોનાના ટેસ્ટીંગ માટે ખાસ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. જેમાં જિલ્લાના ચારેય તાલુકાના પ્રાથમિક, સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં કોવિડનો ટેસ્ટ કરવામાં આવે છે.

ઉપરાતં સબ આરોગ્ય સેન્ટરમાં પણ કોરોનાના ટેસ્ટીંગના સેન્ટર શરૂ કરાયા છે. આમ જિલ્લામાં કોરોનાના ટેસ્ટીંગ માટે અલગ અલગ 60 જેટલા સેન્ટર ઉભા કર્યા છે. તેમાં દરરોજ અંદાજે 1500 જેટલા લોકોના રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં કરાયેલા રેપિડ ટેસ્ટમાંથી 3 ટકા રિપોર્ટ પોઝિટિવ આવે છે. જ્યારે 97 ટકા રિપોર્ટ નેગેટિવ આવતો હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો