તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:શેરથામાં જુગાર રમતા 3 શખ્સ ઝડપાયા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિરમગામના 3 શખ્સપાસેથી પોલીસે 11300 રોકડા જપ્ત કર્યા

ગાંધીનગર તાલુકાના શેરથા ગામે ખોડીયાર માતાજીના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા હતા. અડાલજ પોલીસે બાતમીના આધારે રેડ કરતાં વિરમગામના સામાસૂર્યા ભરવાડી દરવાજા બહાર રહેતાં મનીષ અમરતભાઈ મિસ્ત્રી (29 વર્ષ), શંભુ પુનમભાઈ ઠાકોર (30 વર્ષ) તથા શંકરમુખીની ચાલી ખાતે રહેતો રમેશ બળદેવભાઈ પરમાર (35 વર્ષ) ઝડપાયા હતા. વિરમગામના ત્રણ શખ્સો પાસેથી પોલીસે 11300 રોકડા જપ્ત કર્યા હતા.

પોલીસે ત્રણેય સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો. બહારગામના ત્રણેય શખ્સો શેરથામાં બેસીને જુગાર રમતાં હોવાથી કોઈ સ્થાનિક શખ્સની સમગ્ર મુદ્દે સંડોવણી હોવાની શંકા છે. જેને પગલે અડાલજ પોલીસે આ દિશામાં પણ તપાસ શરૂ કરી છે. પોલીસની રેડ પડતાં જુગારીઓમાં નાસભાગ મચવા પામી હતી. તેમજ આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. જો કે, પોલીસે તમામ આરોપીઓને ઝડપી તેમના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...