સેક્ટર-13ના ગાર્ડનમાં રાત્રે બહાર નીકળવાનું કહેતાં સિક્યુરિટી ગાર્ડ પર હુમલો થયો હતો. સેક્ટર-13 ખાતે રહેતાં જયેશ મહેન્દ્રભાઈ રાઠોડ સેક્ટર-13ના ગાર્ડનમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. બુધવારે સાંજે જયેશ નોકરી પર ગયો હતો, રાત્રે 10 વાગ્યે ગાર્ડનનો સમય પૂરો થતાં યુવકે લાઈટો બંધ કરી હતી.
રાત્રે 11 વાગ્યે ત્રણ અજાણ્યા શખ્સો ગાર્ડનમાં આવ્યા હતા. જેને પગલે જયેશે ગાર્ડન બંધ હોવાનું કહીને બહાર જવાનું કહ્યું હતું. જેને પગલે ત્રણેય શખ્સો ઉશ્કેરાઈના ગાળાગાળી કરીને મારામારી કરવા લાગ્યા હતા. જેમાંથી એક શખ્સે જયેશને માથાના ભાગે પથ્થર માર્યો હતો. બુમાબુમ થતાં રોડ પર રહેલાં જયેશના મિત્ર સુરેશભાઈ બાબુલાલ શર્મા આવી ગયા હતા.
તેઓ છોડાવવા વચ્ચે પડતાં ત્રણેય શખ્સોએ તેમને પણ માર મારીને માથામાં પથ્થર માર્યો હતો. ત્રણેય શખ્સોએ જતાં-જતાં હવે ફરી ગાર્ડનમાં આવતા રોકશે તો મારી નાખવાની ધમકી આપતા જયેશે ફોન કરતાં પોલીસ અને 108 એમ્બ્યુલન્સ આવી ગઈ હતી. પ્રાઈવેટ હોસ્પિટલમાં બંનેને દાખલ કરાયા હતા. જ્યાં જયશે ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 20થી 30 વર્ષ ના શખ્સોને શોધવા કવાયત શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.