નોટિસ:ત્રુટિ જણાતાં ખાતર વેચતા 3 પરવાનેદાર સસ્પેન્ડ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્રે જિલ્લામાં કુલ 25 પરવાનેદારની તપાસ કરી, તેમાંથી 10ને નોટિસ આપી

રવી ઋતુ માટે ખાતરના આગોતરા આયોજનના ભાગરૂપે ખાતર વેચતી મંડળીઓ પાસેના પીઓએસ મશીનનો અને ભૌતિક સ્ટોકની ચકાસણી કરવાનો આદેશ કરાયો છે. જે અંતર્ગત જિલ્લામાં તપાસ કરતા કુલ 25 પરવારનેદારોની તપાસ કરી હતી. તેમાંથી 10ને નોટિસ ફટકરી અને 3 પરવાનેદારને સસ્પેન્ડ કરાયા છે. ખાતરની અનિયમિતતા રહે નહી તે માટે ભૌત્તિક ઉપલબ્ધતા અને પીઓએસ મશીનના સ્ટોકની ચકાસણી કરવાના આદેશો રાજ્ય સરકારના ખેતી વિભાગ દ્વારા સુચના આપી છે.

જે અંતર્ગત જિલ્લામાં યુરીયા, ડીએપી, પોટાશનું વેચાણ કરતા પરવાનેદારોનું આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું. ગત એપ્રિલ-2021થી અત્યાર સુધી ખાતરના પરવાનેદારોની આકસ્મિક ચેકિંગ કરતા તેમાં ભૌત્તિક સ્ટોકની સામે પી.ઓ.એસ. મશીનના સ્ટોકમાં અનિયમિતતા જોવા મળી હતી.

આથી જિલ્લાના ત્રણ વિક્રતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય દસ વિક્રતાઓને નોટીસ ફટકાવવામાં આવી છે. તેમાં સ્ટોકની અનિયમિતતાની સાથે સાથે ગોડાઉનની નોંધ કરાવી નથી. જે કંપનીના માલનું વેચાણ કરતા હોય તે ઓ ફોર્મ એડ કરાવ્યો નથી સહિતની ત્રુટીઓ જોવા મળતા ત્રણ ડિલરોના ટુંકાગાળા માટે પરવાના રદ કરવામાં આવ્યા હોવાનું જિલ્લા વિસ્તરણ ખેતીવાડી અધિકારી મહાવીરસિંહ વાઘેલાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...