અકસ્માત:ગલુદણ પાટિયા પાસે કારની ટક્કરે બાઈક પર જતાં 3 ને ઈજા

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ખેડાના યુવકો નરોડા ખાતે નોકરી પર જતાં હતા ત્યારે અકસ્માત નડ્યો હતો

નરોડા-દહેગામ હાઈવે પર ગલુદણ પાટીયા પાસે કારની ટક્કરે બાઈક પર જતાં ત્રણ યુવકો ઈજાગ્રસ્ત થયા હતા.

આ અંગે મળતી માહિતી અનુસાર ખેડાના ઝેર ગામના ધર્મેન્દ્ર પુંજાભાઈ રોહીત (37 વર્ષ) નરોડા ખાતે આઈસ્ક્રીમ કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. શનિવારે સાંજે પાંચ વાગ્યે તેઓ પોતાના કાકાના બે દિકરા હાર્દિક તથા કૃણાલને બાઈક પર લઈને નોકરી જવા માટે નીકળ્યા હતા. સવા છ વાગ્યાના સુમારે ગલુદણ પાટીયા પાસે કાર ચાલકને બાઈકના સાઈલેન્સરને ગાડી અડાડી દીધી હતી. જેમાં ત્રણેય લોકો બાઈક સાથે રોડ પર પટકાયા હતા. અકસ્માતને પગલે આસપાસમાંથી લોકો એકઠા થઈ હતા.

દરમિયાન યુવકના ફોનમાંથી 108ને કોલ કરાતા તેઓને દહેગામ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. અકસ્માતમાં ત્રણેય ભાઈઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાથી ત્યાં જ સારવાર આપવામાં આવી હતી. જ્યાં સારવાર બાદ ધર્મેન્દ્ર રોહીતે કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને નંબરના આધારે આરોપીને ઝડપી લેવા કવાયત હાથધરી હતી.

અન્ય સમાચારો પણ છે...