જિલ્લાની 5 વિધાનસભા બેઠક માટે ચૂંટણી પંચ દ્વારા ત્રણ સામાન્ય નિરીક્ષક તથા એક પોલીસ નિરીક્ષકની નિમણૂક કરાઈ છે. જે માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા સામાન્ય નાગરિકો, ઉમેદવારો તેમજ પક્ષો માટે ચારેય નિરીક્ષકોના નામ, સંપર્ક નંબર તેમજ મુલાકાતના સમયની વિગતો જાહેર કરાઈ છે. ગાંધીનગર ઉત્તર અને દહેગામ બેઠક પર સામાન્ય નિરીક્ષક તરીકે IAS રાજેશકુમાર યાદવને મુકાયા છે. જેમનો મો. નં.-6356557970 છે. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે સવારે 11થી 1 દરમિયાન રૂબરૂ મુલાકાત કરી શકાશે.
જ્યારે ગાંધીનગર દક્ષિણ માટે IAS એસ. પ્રકાશને મુકાયા છે, જેઓનો કોન્ટેક્ટ નંબર 6356557971 જ્યારે સર્કીટ હાઉસ ખાતે સવારે 10થી 11 દમિયાન રૂબરૂ મળી શકાશે. માણસા તથા કલોલ મતવિસ્તારો IAS પી.દયાનંદની નિમણૂક કરાઈ છે. જેમનો મો. નં.6356557971 છે, જેઓ સર્કીટ હાઉસ ખાતે 10થી 11 દરમિયાન મળશે. પાંચેય મતવિસ્તારો માટે ચૂંટણી પંચ દ્વારા IPS જ્યોતિ નારાયણને પોલીસ ઓબ્ઝર્વર તરીકે મુકાયા છે. જેઓનો સંપર્ક નંબર 6356557836 છે, તેઓ સવારે 11થી 1 દરમિયાન સર્કિટ હાઉસ કોન્ફરન્સ હોલ ખાતે રૂબરૂ મળી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.