તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:3 રજાથી ATMમાં નાણાંની સતત ક્રાઇસીસ અનુભવાશે, વતન જતા લોકોએ ATMમાંથી નાણાં ઉપાડ્યા

ગાંધીનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

સરકારી અને અર્ધસરકારી કચેરીઓમાં દિવાળીની ત્રણ રજાઓને પગલે જિલ્લાના એટીએમ પણ મની ક્રાઇસિસ અનુભવશે. દિવાળી પર્વનું વિશેષ મહાત્મય હોવાથી લોકો વતન માતા પિતા સાથે પર્વની ઉજવણી કરતા હોય છે. જોકે ચાલુ વર્ષે કોરોનાની મહામારીને લીધે હવે પ્રવાસન સ્થાનોએ ફરવા જવાને બદલે વતનમાં જવાનું વધારે સલામત અને સેફ માની રહ્યા છે.

લોકો વતનમાં દિવાળી પર્વની ઉજવણી કરવા માટે જઇ રહ્યા હોવાથી નાણાની જરૂરી સગવડ કરીને જતા હોય છે. આથી નગરવાસીઓ વતનમાં જતા પહેલાં પોતાના બેન્ક ખાતમાંથી નાણાં ઉપાડવા માટે એટીએમનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે જિલ્લામાં આવેલા વિવિધ ખાનગી, અર્ધસરકારી સહિતની બેન્કોના આવેલા અંદાજે 80 જેટલા એટીએમમાંથી ગ્રાહકો નાણાં ઉપાડતા જોવા મળતા હતા. આથી બેન્કોના એટીએમ પણ મનિ ક્રાઇસિસનો અનુભવ પણ કરશે.

જોકે સરકારી અને અર્ધસરકારી કચેરીઓ તારીખ 17મી, મંગળવારના રોજ રાબેતા મુજબ ખુલી જશે. જ્યારે વેપાર-ધંધા અને ખાનગી એકમો લાભપાંચમ તારીખ 19મી, ગુરૂવારના રોજ ખુલશે. આથી વેપારીઓ પોતાના ખાતામાંથી પણ નાણાં ઉપાડવા માટે એટીએમનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે જો આ જ રીતે એટીએમમાંથી ગ્રાહકો નાણાં ઉપાડશે તો આગામી તહેવારોમાં પણ ગ્રાહકોને ખાતામાં રૂપિયા હોવા છતાં ખાલીખમ એટીએમના કારણે રૂપિયા મળશે નહી તેવી સ્થિતિ બની રહેવાની શક્યતાર રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો