હિટ સ્ટ્રોક:48 ડિગ્રી ગરમી પડતાં હિટ સ્ટ્રોકના 3 કેસ લૂ લાગવા, ચક્કર સહિતના 1279 બનાવ

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેટના દુખાવો, વોમીટીંગ અને ચક્કર સહિતના કેસોનો વધારો થતાં 108 વાન દોડતી રહી

છેલ્લા અઢી માસથી પડી રહેલી કાળઝાળ ગરમીને પગલે જિલ્લાના 1279 લોકો બિમાર પડતા ઇમરજન્સી સેવા 108 સતત દોડતી રહી છે. તેમાં પેટનો દુ:ખાવો, વોમીટીંગ, ચક્કર, બેભાન સહિતની બિમારીનું પ્રમાણ વિશેષ જોવા મળ્યું હતું. ચાલુ વર્ષે ઉનાળાએ ગત માર્ચથી તોફાની બેટીંગ શરૂ કરી દેતા નગર અને જિલ્લાનો મહત્તમ તાપમાનનો પારો 40થી 43 ડીગ્રીની આસપાસ ઘૂમ્યા કરે છે.

ત્યારે અસહ્ય ગરમીને પગલે બિમારીના કેસોમાં ઉછાળો આવ્યો છે. ઇમરજન્સી સેવાના સૂત્રોના જણાવ્યા મુજબ ગત વર્ષે કોરોનાની બીજી લહેરના કારણે ઇમરજન્સી સેવા 108 સતત દોડતી રહેતી હતી. ઉપરાંત કોરોનાના દર્દીઓને લઇને હોસ્પિટલમાં દાખલ માટે કલાકો સુધી લાઇનમાં ઉભી રહેતા ઇમરજન્સી સેવાની ગાડીઓની સંખ્યા વધારવાની ફરજ પડી હતી. તેમ છતાં કોરોનાની બીજી લહેરને કારણે દર્દીઓને સમયસર ગાડી મળતી નહી. તેમ છતાં દર્દીઓની સેવામાં સેવા રાઉન્ડ ધ ક્લોક સ્ટેન્ડ બાય રહી છે.

અઢી માસમાં નોંધાયેલા બિમારીના કેસો

  • ગત માર્ચ-2022માં પેટના દુ:ખાવાના 151, વોમીટીંગના 123, હિટ સ્ટ્રોકના નીલ, હાઇ ફિવરના 38, માથાંનું દુ:ખાવાના 10, ચક્કર આવવા બેભાન સહિતના 146 કેસ નોંધાયા હતા.
  • ગત એપ્રિલ-2022માં પેટના દુ:ખાવાના 174, વોમીટીંગના 149, હિટ સ્ટ્રોકના 5, હાઇ ફિવરના 52, માથુંનો દુ:ખાવાના 10, ચક્કર, બેભાન સહિતના 144 કેસ નોંધાયા છે.
  • ચાલુ મે માસની તારીખ 15મી સુધીમાં પેટના દુ:ખાવાના 102, વોમીટીંગના 51, હિટ સ્ટ્રોકના 3, હાઇ ફિવરના 29, માથાનો દુ:ખાવાના 9, ચક્કર, બેભાન સહિતના 83 કેસ નોંધાયા છે.

છેલ્લા એક દાયકામાં સૌથી વધુ કેસ
ચાલુ વર્ષે અઢી માસથી પડતી અસહ્ય ગરમીથી બિમારીના કેસોમાં ઉછાળો આવતા અઢી માસમાં 1279 કેસો નોંધાયા છે. એક દાયકાની તુલનાએ ચાલુ વર્ષે ઉનાળામાં ગરમીને લગતી બિમારીના કેસો નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...