વન વિભાગની કામગીરી:દીપડાને પકડવા 3 પાંજરાં 8 કેમેરા ગોઠવવામાં આવ્યાં

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વનવિભાગની 4 ટીમો દ્વારા થતી તપાસ

સતત બે દિવસથી દિપડાનું પગલાંની છાપ શોધવા માટે વન વિભાગની ચારેક ટીમો દ્વારા તપાસ કરી છે. પરંતુ તેમાં સફળતા નહી મળતા મારણ સાથે ત્રણ પાંજરા બાસણ, સંતસરોવર અને ઇન્દ્રોડા સહિતના વિસ્તારોમાં મુકવામાં આવ્યા છે. ઉપરાંત અલગ અલગ આઠ જગ્યાએ નાઇટ વીઝનવાળા કેમેરા મુકાશે.

નગરના જ માર્ગ ઉપર દિપડો જોવા મળ્યાના સમાચાર મળતા જ વન વિભાગ દ્વારા ચારેક જેટલી ટીમો બનાવીને શનિવાર અને રવિવાર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરીને દિપડાના ફૂટપ્રિન્ટ મેળવવા તપાસ કરી હતી. પરંતુ ઝાડી-ઝાંખરા અને ઉબડ-ખાબડ જગ્યાને કારણે દિપડાના ફૂટપ્રિન્ટ મળી નથી.

જોકે નગરના જ માર્ગની આસપાસ પાણી સ્ત્રોત હોવાથી નાના પ્રાણીઓ પાણી પીવા આવતા હોવાથી તેના શિકાર માટે દિપડો આવતો હોવાની શક્યતા વન વિભાગે વ્યક્ત કરી છે. જેને પરિણામે વન વિભાગ દ્વારા દિપડાને પકડવા માટે બાસણ, ઇન્દ્રોડા તેમજ સંતસરોવરની આસપાસના જંગલ વિસ્તારોમાં મારણ સાથે ત્રણ પાંજરા મુકવામાં આવ્યા છે.પ્રતીકાત્મક તસ્વીર

ઉપરાંત રાત્રી દરમિયાન વન વિભાગની બે ટીમો દ્વારા પેટ્રોલિંગ કરાશે જિલ્લા વન અધિકારી ચંદ્રેશભાઇએ જણાવ્યું છે. ે નદી કિનારાના બન્ને કાંઠા વિસ્તારના કોતરો તેમજ જ માર્ગના બન્ને સાઇડના જંગલ વિસ્તારોમાં નાઇટ વીઝનવાળા 8 સીસીકેમેરા ફીટ કરાશે.

અન્ય સમાચારો પણ છે...