તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:297 કોરોનાના દર્દી સાજા થયા, 3 દિવસમાં જ 1000 દર્દીએ કોરોનાને હરાવ્યો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં વધુ 242 લોકો સંક્રમિત,જ્યારે 23 દર્દીના મોત

જિલ્લાના વધુ 242 લોકો સંક્રમિત થતાં જિલ્લામાં કોરોનાના કેસનો આંકડો 17394એ પહોંચ્યો છે. તેમાં મનપા વિસ્તારમાંથી 107 કેસ નોંધાયા છે. જ્યારે જિલ્લાના ચારેય તાલુકામાંથી 135 લોકો કોરોનામાં સપડાયા છે. કોરોનાની બીજી લહેરની ધીમે ધીમે વિદાય લઈ રહી હોય તેમ વધુ 297 દર્દીઓ બુધવારે સાજા થતાં કુલ આંકડો 14053એ પહોંચ્યો છે. જોકે માત્ર ત્રણ દિવસમાં જ વધુ 1000 દર્દીઓ સાજા થયા છે.

ગત 9મી મેના રોજ વધુ 1000 દર્દીઓ સાજા થતાં કુલ આંકડો 13092એ અટક્યો હતો. જ્યારે કોરોનાની સારવાર લઇ રહેલા વધુ 23 દર્દીઓના મોત નિપજતા કુલ આંકડો 1823એ પહોંચ્યો છે. જોકે કોરોનાના દર્દીઓના મોતનું સાચું કારણ આરોગ્ય વિભાગના ડેથ ઓડિટ બાદ જાણવા મળશે.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. ગત 11મીના રોજ કુલ 151 કેસની સામે બુધવારે 135 કેસ નોંધાયા છે. આથી માત્ર 24 કલાકમાં 16 કેસનો ઘટાડો નોંધાયો છે.

મનપા વિસ્તારમાંથી 107 કેસની સામે 146 દર્દીઓ સાજા થયા
મનપા વિસ્તારમાંથી નવા 107 કેસમાં સરગાસણમાંથી 11, કુડાસણમાંથી 13, સેક્ટર-29માંથી 10, સેક્ટર-27માંથી 7, રાંદેસણમાંથી 9, વાવોલમાંથી 7, સેક્ટર-23માંથી 6, સેક્ટર-26માંથી 4, સેક્ટર-22માંથી 4, સેક્ટર-21માંથી 4, સેક્ટર-3માંથી 4, સેક્ટર-2માંથી 2, સેક્ટર-6માંથી 1, સેક્ટર-7માંથી 1, સેક્ટર-8માંથી 3, સેક્ટર-12માંથી 2, સેક્ટર-13માંથી 2, સેક્ટર-17માંથી 2, સેક્ટર-28માંથી 1, સેક્ટર-30માંથી 2, બોરીજમાંથી 1, પાલજમાંથી 1, જીઇબીમાંથી 1, કોલવડામાંથી 3, ખોરજમાંથી 2 કેસ નોંધાયા છે.

જિલ્લાના ચારેય તાલુકામાંથી કુલ 135 કેસ નોંધાયા
માણસા તાલુકામાંથી 41 કેસમાં આજોલમાંથી 3, ચરાડામાંથી 1, બોરૂમાંથી 1, ઇન્દ્રપુરામાંથી 2, પરબતપુરામાંથી 2, નગરપાલિકા વિસ્તારમાંથી 5, ગોલથરામાંથી 3, લોદરામાંથી 3, પુંધરામાંથી 4, આમજામાંથી 1, જામળામાંથી 3, લિંબોદરામાંથી 1, સોજામાંથી 2, વોગોસણામાંથી 1, અલુવામાંથી 2, અરજણપુરામાંથી 2, બદપુરામાંથી 1, મકાખાડમાંથી 1, વરસોડામાંથી 1, દેલવાડામાંથી 1, વેડામાંથી 1 કેસ નોંધાયો છે. જ્યારે દહેગામ તાલુકામાંથી 41 કેસમાં સાણોદામાંથી 1, નાંદોલમાંથી 1, હાલીસામાંથી 1, ચેખલાપગીમાંથી 2, સાંપામાંથી 2, રખિયાલમાંથી 1, ખાનપુરમાંથી 4, ઉદણમાંથી 1, સગદલપુરમાંથી 1, પાટનાકુવામાંથી 2, ધારીસણામાંથી 3, બાબરામાંથી 1, પાલુન્દ્રામાંથી 1, હાથીજણમાંથી 1, વડોદમાંથી 1, સરગુડીમાંથી 1, પીપલજમાંથી 1, મીઠાના મુવાડામાંથી 1, મીરજાપુરમાંથી 2, લિહોડામાંથી 1, જિંડવામાંથી 2, મોટા જલુન્દ્રામાંથી 1, ભુતેશ્વરીમાંથી 1, બારડોલી કોઠીમાંથી 1, નગરપાલિકા વિસ્તારમાંથી 7 કેસ નોંધાયા છે. કલોલ તાલુકામાંથી નવા 30 કેસમાં બોરીસણામાંથી 2, જાસપુરમાંથી 2, પલસાણામાંથી 1, વડસરમાંથી 1, હાજીપુરમાંથી 3, શેરીસામાંથી 1, પલિયડમાંથી 1, છત્રાલમાંથી 5, પાનસરમાંથી 3, રાંચરડામાંથી 2, નગરપાલિકા વિસ્તારમાંથી 9 કેસ નોંધાયા છે. જ્યારે ગાંધીનગર તાલુકામાંથી નવા 23 કેસમાં વલાદમાંથી 1, વડોદરામાંથી 1, મોટા ઇસનપુરમાંથી 1, ઉવારસદમાંથી 1, શેરથામાંથી 1, અડાલજમાંથી 4, નવા પાલજમાંથી 1, વાસણમાંથી 1, સોનીપુરમાંથી 1, રૂપાલમાંથી 2, પ્રાંતિયામાંથી 1, મોટા ચિલોડામાંથી 1, લવારપુરમાંથી 1, ચંદ્રાલમાંથી 2, સાદરામાંથી 1, લેકાવાડામાંથી 1, ડભોડામાંથી 2 કેસ નોંધાયા છે.

કુલ 278970 લોકોને વેક્સિન આપી
જિલ્લાના મનપા અને ગ્રામ્ય વિસ્તારના કુલ 278970 લાભાર્થીઓને વેક્સિન આપવામાં આવી છે. તેમાંથી 268679 લાભાર્થીઓને પ્રથમ ડોઝ અને 113791 લાભાર્થીઓને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે બુધવારે જિલ્લાના ચારેય તાલુકામાં કુલ 3088 લાભાર્થીઓને તેમજ મનપા વિસ્તારમાં 2600 લાભાર્થીઓને વેક્સિન આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...